Health Tips : વારંવાર પેટનો દુ:ખાવો આ બિમારીનુ બની શકે છે કારણ, આ રીતે રાખો કાળજી

|

Dec 04, 2021 | 8:18 AM

લીવર ફેલ થવાના ઘણા કારણો છે. આ સમસ્યા ઘણીવાર લિવર સિરોસિસ અથવા ફેટી લિવરને કારણે થાય છે. ઘણા કિસ્સાઓમાં, આ સમસ્યા પિત્તાશયમાં અવરોધને કારણે પણ થઈ શકે છે.

Health Tips : વારંવાર પેટનો દુ:ખાવો આ બિમારીનુ બની શકે છે કારણ, આ રીતે રાખો કાળજી
Health Tips

Follow us on

Health Tips :  જો તમને વારંવાર પેટમાં દુખાવો, ઉલ્ટી અને થાકની ફરિયાદ રહે છે, તો તે લીવર વધવાની નિશાની છે. આ સ્થિતિમાં લીવર ધીરે ધીરે બગડવા લાગે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ રોગ સાયલન્ટ કિલર છે. જેની સમયસર સારવાર કરાવવી ખૂબ જ જરૂરી છે.

આ રીતે લીવર ખરાબ થાય છે

સર ગંગા રામ હોસ્પિટલના લિવર અને ગેસ્ટ્રો વિભાગના અધ્યક્ષ ડો.અનિલ અરોરાએ (Dr. Anil Arora) જણાવ્યુ કે, જ્યારે પણ લિવરમાં કોઈ સમસ્યા થાય છે ત્યારે તે પોતાની જાતને બચાવવા માટે ડાઘ ટિશ્યૂ બનાવવાનું શરૂ કરી દે છે, પરંતુ ક્યારેક આ ટિશ્યૂ વધુ ને વધુ સખત થઈ જાય છે. જેને કારણે લિવરને ખુબ જ નુકસાન થાય છે અને બીજી ઘણી સમસ્યાઓ ઉદ્ભવે છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

વધુમાં ડોક્ટરે જણાવ્યું કે, લિવર વધવાના ઘણા કારણો છે. આ સમસ્યા ઘણીવાર લિવર સિરોસિસ અથવા ફેટી લિવરને (Fatty lever) કારણે થાય છે. ઘણા કિસ્સાઓમાં, આ સમસ્યા પિત્તાશયમાં અવરોધને કારણે પણ થઈ શકે છે. જેઓ આલ્કોહોલનું (Alcohol) સેવન કરે છે, અને જેમને ક્યારેય હેપેટાઇટિસ છે તેઓેને આ સમસ્યા વધુ થાય છે.

આ રોગને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે

ડોક્ટરે જણાવ્યું કે, લીવર ફેલ થવાના લક્ષણો ધીરે ધીરે જોવા મળે છે. તેથી જ તેના રોગને સાયલન્ટ કિલર (Silent Killer) કહેવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં, આ સમસ્યાઓ યકૃતની સંપૂર્ણ નિષ્ફળતા બાદ જોવા મળે છે. આવી સ્થિતિમાં ઘણી વખત લીવર ફેલ થવાનું જોખમ રહે છે. જેના કારણે ફરજિયાત ટ્રાન્સપ્લાન્ટ કરવુ પડે છે. તેથી, એ મહત્વનું છે કે જો કોઈને પેટમાં દુખાવાની સમસ્યા હોય, તો તેણે તેનો લિવર ફંક્શન ટેસ્ટ (LFT) અથવા સેરોલોજી ટેસ્ટ કરાવવો જોઈએ.

આ રીતે કાળજી રાખો

ડોક્ટરના કહેવા મુજબ, લિવર સંબંધિત કોઈપણ સમસ્યાથી બચવા માટે સૌથી જરૂરી છે કે લોકો પોતાના આહારનું ધ્યાન રાખે. ખોરાકમાં ખાંડ, મીઠું અને લોટનો ઉપયોગ ઓછો કરો. જે લોકો દારૂનું સેવન કરે છ, તે છોડી દે. તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને વિટામિન્સ લો. ઉપરાંત, દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક કસરત કરો. જો શરીરનું વજન વધારે હોય તો તેને ઘટાડવાનો પ્રયાસ કરો.આ રીતે તમે આ બિમારીથી બચી શકો છો.

 

આ પણ વાંચો : Healthy Drinks : આ ડ્રિંક્સ તમને આખો દિવસ એનર્જી આપશે, સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક

આ પણ વાંચો : Ahmedabad : “આયુર્વેદની પંચકર્મ પદ્ધતિથી ટાઈપ-2 ડાયાબિટીસને સંપૂર્ણપણે મટાડી શકાય છે” માધવબાગ સંસ્થાનો દાવો

Next Article