શું તમે પણ લિવર ડિટોક્સ કરવા માટે મોંઘા સપ્લીમેન્ટ્સ કે પ્રોડક્ટ્સ ખરીદો છો? તો હવે હજારો રૂપિયા ખર્ચવાની કોઈ જરૂર નથી. હેલ્થ એક્સપર્ટના મતે, તમારા રસોડામાં જ હાજર 3 દેશી વસ્તુઓ લિવરને નેચરલી અને સુપરફાસ્ટ ડિટોક્સ કરી શકે છે.
લિવર શરીરમાથી વિષાક્ત પદાર્થો (Toxic Substances) ને બહાર કાઢવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એવામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણી વખત લોકો લિવરને ડિટોક્સ કરવા માટે મોંઘા ડિટોક્સ સપ્લીમેન્ટ્સ કે જ્યુસ પર હજારો રૂપિયા ખર્ચ કરે છે.
એવામાં લિવરને ડિટોક્સ કરવા માટે એવું જરૂરી નથી કે, મોંઘા સપ્લીમેન્ટ્સનો જ ઉપયોગ કરવો. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, તમારા રસોડામાં જ કેટલીક એવી વસ્તુઓ હાજર હોય છે, જે લિવરને શ્રેષ્ઠ રીતે ડિટોક્સ કરી શકે છે.
આ ત્રણ વસ્તુઓને આહારમાં ઉમેરો:
દૂધીનો જ્યુસ: દૂધીમાં કુદરતી રીતે હેપેટોપ્રોટેક્ટિવ કમ્પાઉન્ડ હોય છે, જે લિવરના ડેમેજ કોષોને રિપેર કરવામાં અને સોજો ઘટાડવામાં મદદ કરે છે. એવામાં દૂધીના કેટલાક ટુકડા લો અને તેને મિક્સર જારમાં નાખો. હવે તેમાં એક ગ્લાસ પાણી ઉમેરો અને તેને એકદમ ઝીણું પીસી લો. તેને ગાળીને સ્વાદ મુજબ સંચળ નાખો અને પછી પી લો.
જીરાનું પાણી: જીરાનું પાણી પણ લિવરને ડિટોક્સ કરવામાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ‘જીરું’ લિવર એન્ઝાઇમ્સને સ્ટીમ્યુલેટ કરે છે, જેનાથી પાચન અને ડિટોક્સિફિકેશન બંને બાબતોમાં સુધારો થાય છે. રાત્રે સૂતા પહેલા અડધી ચમચી જીરું એક ગ્લાસ પાણીમાં નાખો અને સવારે આ પાણીને ઉકાળીને પીઓ. તમે જીરું ચાવીને પણ ખાઈ શકો છો. ખાસ વાત એ છે કે, જીરાનું પાણી પીવાથી માત્ર લિવર જ ડિટોક્સ નથી થતું પરંતુ તમારું પાચન પણ સુધરે છે અને વજન નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે.
લીંબુનું પાણી: લીંબુનું પાણી પણ લિવરને ડિટોક્સ કરવામાં ખૂબ જ લાભદાયી માનવામાં આવ્યું છે. વાસ્તવમાં, લીંબુમાં રહેલું સિટ્રિક એસિડ લિવરના બાઈલ પ્રોડક્શનને સપોર્ટ કરે છે. બાઈલ (પિત્ત) નું કામ જ કચરાને બહાર કાઢવાનું હોય છે. આથી, સવારે ઊઠ્યા પછી હળવા નવશેકા પાણીમાં અડધું લીંબુ નીચોવો અને પછી આ પાણી પીઓ. લીંબુનું પાણી પીવાથી શરીરને વિટામિન C મળે છે અને વજન ઘટાડવામાં પણ ફાયદો થાય છે.
ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સ્વાસ્થ્ય જાગૃતિ અને શૈક્ષણિક હેતુઓ માટે છે. તે કોઈ વ્યાવસાયિક તબીબી સલાહ, નિદાન કે સારવારનો વિકલ્પ નથી. આહારમાં કોઈ પણ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ ઘરગથ્થુ ઉપચાર અપનાવતા પહેલા તમારા ડોક્ટર અથવા આરોગ્ય નિષ્ણાતની સલાહ અવશ્ય લો.