યોગા કરતી વખતે કેવા આઉટફિટ પહેરશો ? કમ્ફર્ટ, સ્ટાઈલીસ્ટ કે ટ્રેન્ડી ?

|

Oct 07, 2020 | 6:35 PM

આજની ભાગદોડવાળી જિંદગીમાં, મોટા ભાગના લોકો સ્ટ્રેસમાં જીવે છે. આજની મોર્ડન લાઈફમાં, તમને ગમે કે ના ગમે, યોગા કરવા જ જોઈએ. કારણ કે યોગા એ, સ્ટ્રેસ બસ્ટરનું કામ કરે છે. આજે તમને બતાવીએ કે, યોગા કરતી વખતે, કેવા કપડાં પહેરવા જોઈએ. યોગા કરતી વખતે અલગ અલગ, આસન કરીએ છીએ. જેમાં બોડીની મુવમેન્ટ થાય છે. ત્યારે […]

યોગા કરતી વખતે કેવા આઉટફિટ પહેરશો ?  કમ્ફર્ટ, સ્ટાઈલીસ્ટ કે ટ્રેન્ડી ?

Follow us on

આજની ભાગદોડવાળી જિંદગીમાં, મોટા ભાગના લોકો સ્ટ્રેસમાં જીવે છે. આજની મોર્ડન લાઈફમાં, તમને ગમે કે ના ગમે, યોગા કરવા જ જોઈએ. કારણ કે યોગા એ, સ્ટ્રેસ બસ્ટરનું કામ કરે છે. આજે તમને બતાવીએ કે, યોગા કરતી વખતે, કેવા કપડાં પહેરવા જોઈએ.
યોગા કરતી વખતે અલગ અલગ, આસન કરીએ છીએ. જેમાં બોડીની મુવમેન્ટ થાય છે. ત્યારે તમને કમ્ફર્ટેબલ હોય, તેવા કપડાં પહેરવા જોઈએ. જેથી તમે આસાનીથી, આસન કરી શકો. કમ્ફર્ટ અને સ્ટાઇલ બંને એકસાથે પણ હોય શકે છે. જેના માટે હવે માર્કેટમાં ટ્રેન્ડી આઉટફિટ્સ ઉપલબ્ધ છે.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ટેન્ક ટોપ :
મોટા ભાગના યોગા સ્ટેપ્સમાં હાથની મુવમેન્ટ વધારે હોય છે. જો ટોપમાં સ્લીવ્ઝ ના હોય એ વધારે કમ્ફર્ટેબલ હોય છે. સ્લીવ્ઝ હોય તો યોગાને બદલે તમારું ધ્યાન સ્લીવ્ઝ સરખી કરવામાં જ રહેશે. પ્લનજિંગ નેકલાઇન ન હોય અને તમારા બોડીને બરાબર ફિટ હોય એવું ટોપ પસંદ કરો.

ટીશર્ટ :
કમ્ફર્ટેબલ અને બરાબર ફિટ હોય તેવી ટીશર્ટ પસંદ કરો. હાથને સ્ટ્રેચ કે બેન્ડ કરી જુઓ કે ટાઈટ તો નથી ને કારણ કે અમુક આસનોમાં ટીશર્ટ ઉપર ચડી જાય તો તેને પેન્ટમાં ખોસી શકો છો. અથવા ટીશર્ટ નીચે કેમીસોલ પહેરી શકો છો.

બેગી ક્રોપ ટોપ્સ :
ફિટનેસ પ્રત્યેની જાગૃતિ વધારવાની સાથે ક્રોપ ટૉપ્સનો ટ્રેન્ડ વધી ગયો છે. આ ટોપ્સ કમ્ફર્ટ અને સ્ટાઇલ બંને આપે છે.

સ્પોર્ટ્સ બ્રા :
યોગા કરતી વખતે સ્પોર્ટ્સ બ્રા અચૂક પહેરો. જેથી તમારી બ્રેસ્ટને સપોર્ટ મળે. સ્પોર્ટ્સ બ્રા બ્રેસ્ટને શ્વાસ લેવાની તક પણ આપે છે. જો તમને માત્ર સ્પોર્ટ્સ બ્રા પહેરવામાં સંકોચ થતો હોય તો ઉપર લુઝ ટેન્ક ટોપ કે ક્રોપ ટોપ પહેરો.

યોગા પેન્ટ્સ :
લાઈટ વેઇટ પેન્ટ્સ પસંદ કરો. તે જુદા જુદા કલરમાં મળે છે તમારી પર્સનાલિટી અનુરૂપ લઇ શકો છો. રનિંગ કે સાઇકલિંગમાં તે કમ્ફર્ટેબલ રહે છે. ઝડપથી મુવમેન્ટ ન કરવાની હોય તો ફૂલ લેન્થ યોગા પેન્ટ પહેરી શકો છો. નવા પેન્ટની જગ્યાએ લેગિંગ્સ પણ પહેરી શકાય છે.

સ્લીમ જોગર્સ :
તે ટ્રેન્ડી છે અને યોગા પેન્ટ જેવું જ કમ્ફર્ટ આપશે. તે બ્રીધેબલ ફેબ્રિક્સ વાળા હોવાથી શરીરે ચોંટતા નથી. સાઈકલિંગ શોર્ટ્સ પણ બજારમાં ઉપલબ્ધ છે. યોગા મનને શાંત કરવા માટે હોય છે એટલે મનને શાંતિ આપે તેવા સફેદ, લાઈટ ગ્રીન અને કેસરી જેવા રંગો પસંદ કરવા જોઈએ.

Published On - 1:51 pm, Sun, 13 September 20

Next Article