Beauty Tips: તરબૂચ અને મધનો આ ફેસપેક ત્વચા માટે ફાયદાકારક છે, તેના વિશે વધુ વાંચો

|

Jul 29, 2021 | 7:42 AM

તરબૂચ અને મધનો તમે ખાવામાં ઘણી વાર ઉપયોગ કર્યો હશે. પણ શું તમે જાણો છો તમારી સુંદરતા વધારવા પણ તે તેટલું જ ઉપયોગી છે..

Beauty Tips: તરબૂચ અને મધનો આ ફેસપેક ત્વચા માટે ફાયદાકારક છે, તેના વિશે વધુ વાંચો
%%title%% । Watermelon and honey. This face pack is beneficial for the skin,

Follow us on

Beauty Tips: કેટલાક ફળ અને ઘરેલુ મળી જતી વસ્તુઓ એવી હોય છે આપણી ત્વચા અને વાળ (Skin and Hair care) માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ એવી વસ્તુઓ હોય છે જેનાથી જે ફાયદો મળે છે તેવો ફાયદો તમે બહાર મળતા બ્યુટી પ્રોડકતોમાંથી પણ મેળવી શકતા નથી. આવીજ વસ્તુ છે તરબૂચ(Watermelon ) અને મધ.(honey ) ચમકતી ત્વચા મેળવવા માટે મહિલાઓ પાર્લરમાં જાય છે અને વિવિધ સારવાર લે છે. પણ તેની અસર થોડા દિવસો સુધી ચાલે છે. જો કે, તે પછી ત્વચા નિર્જીવ અને કાળી થઈ જાય છે.

ભાગદોડ વાળી લાઈફમાં સ્ત્રીઓ માટે ત્વચા પર વધારે ધ્યાન આપવાનું શક્ય નથી. તેનાથી ત્વચા ખરાબ થાય છે. (તડબૂચ અને મધનો ફેસ પેક ત્વચા માટે ફાયદાકારક છે) ચમકદાર ત્વચા મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાય કરી શકો છો. જે તમારી ત્વચાને સુંદર દેખાવામાં મદદ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે તરબૂચ ખાવાથી આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. તરબુચ ખાવાથી આરોગ્યની અનેક સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે પણ શું તમે જાણો છો કે તરબુચ ફક્ત સ્વાસ્થ્ય માટે જ નહીં પણ તમારી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

આ પેકને ઘરે બનાવવા માટે, એક બાઉલમાં 2 ચમચી તરબૂચનું પલ્પ લો અને તેમાં 2 ચમચી કાચું મધ મિક્સ કરો. આ બધું ચહેરા તેમજ ગળા પર લગાવો. તેને 15-20 મિનિટ માટે છોડી દો. પછી તાજા પાણીથી ધોઈ લો. ત્વચાની સંભાળ માટે તમે અઠવાડિયામાં બે વાર મધ અને તરબૂચનો આ ચહેરો માસ્ક વાપરી શકો છો. જે ત્વચાની સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તરબૂચમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન બી, સી અને ડી ભરપૂર માત્રામાં છે. જે તમારી ત્વચા માટે અત્યંત ફાયદાકારક છે. તેથી, ડોકટરો ઉનાળામાં તરબૂચ ખાવાની ભલામણ કરે છે. તરબૂચમાં આયર્ન, ઝિંક, ફાઇબર અને પ્રોટીન સાથે સુક્ષ્મ પોષકતત્ત્વો હોય છે. 4 ગ્રામ તરબૂચમાં ફક્ત 23 ગ્રામ કેલરી હોય છે. તરબૂચ ખાધા પછી તરબૂચની છાલ તમારા ચહેરા પર ઘસવી જોઈએ.

Next Article