વગર ઓશિકાએ ઊંઘવાના આ 5 ફાયદા જાણવા માટે વાંચો આ લેખ

|

Oct 31, 2020 | 6:33 PM

જો તમને વર્ષોથી માથા નીચે ઓશીકું લગાવીને સૂવાની આદત છે અને જો તમે વિચારો છો કે વગર ઓશિકાના સૂવાથી ગરદનનો દુખાવો થઈ શકે છે તો તમે ખોટા છો. પરંતુ વગર ઓશિકાએ ઊંઘવાથી તમને ઘણા પ્રકારના શારીરિક અને માનસિક લાભ થઈ શકે છે. જો હજુ તમે તેનાથી અજાણ છો તો આવો જાણીએ, વગર ઓશીકાએ સુવાથી કયા […]

વગર ઓશિકાએ ઊંઘવાના આ 5 ફાયદા જાણવા માટે વાંચો આ લેખ

Follow us on

જો તમને વર્ષોથી માથા નીચે ઓશીકું લગાવીને સૂવાની આદત છે અને જો તમે વિચારો છો કે વગર ઓશિકાના સૂવાથી ગરદનનો દુખાવો થઈ શકે છે તો તમે ખોટા છો. પરંતુ વગર ઓશિકાએ ઊંઘવાથી તમને ઘણા પ્રકારના શારીરિક અને માનસિક લાભ થઈ શકે છે. જો હજુ તમે તેનાથી અજાણ છો તો આવો જાણીએ, વગર ઓશીકાએ સુવાથી કયા 5 ફાયદા થાય છે ?

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો તમને ઘણીવાર પીઠ, કમર અથવા તો આસપાસની માંસપેશીઓમાં દુખાવો થાય છે તો વગર ઓશિકાએ ઊંઘવાનું શરૂ કરી દો.વાસ્તવમાં આ સમસ્યા કરોડરજ્જુના હાડકાંને કારણે થાય છે. જેનું પ્રમુખ કારણ તમારી ઊંઘવાની રીત છે. વગર ઓશીકાએ સુવા પર કરોડરજ્જુના હાડકા સીધા રહેશે અને તમને આ સમસ્યા ઓછી થઈ જશે. સામાન્ય રીતે ગરદન અથવા તો ખભાની પાછળના ભાગમાં દુખાવાનું કારણ ઓશીકુ જ હોય છે. વગર ઓશિકાએ ઊંઘવાથી આ અંગોમાં રક્ત સંચાર સારો થશે અને તમને આ દુખાવાથી રાહત મળશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કેટલીકવાર ખોટા ઓશિકાના ઉપયોગથી પણ તમને માનસિક સમસ્યા થઈ શકે છે. જો ઓશીકુ કડક છે તે તમારા મગજ પર ખોટું દબાણ ઉભું કરી શકે છે, જેના કારણે માનસિક વિકારની સંભાવનાઓ વધી જાય છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે વગર ઓશીકા ઊંઘવાથી તમને સારી ઉંઘ આવે છે અને તમે સાથે આરામદાયક ઊંઘ મેળવી શકો છો. જેની અસર તમારા મૂડ અને સ્વાસ્થ્ય પર પડે છે. જો તમે પોતાનો ચહેરો ઓશીકાને તરફ વાળીને અથવા ઓશિકાની અંદર મોઢું નાંખીને ઊંઘો છો તો તે આદત તમારા ચહેરા પર કરચલી પેદા કરી શકે છે. આ ઉપરાંત આ રીત ચહેરા પર કલાકો સુધી દબાણ બનાવી રાખે છે. જેનાથી રક્ત સંચાર પ્રભાવિત થાય છે અને તમને ચહેરાની સમસ્યા થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Next Article