ઉપવાસમાં ખવાતાં સાબુદાણા છે એનર્જીનો સ્ત્રોત, જાણો અને ઉપવાસ વગર પણ ખાઓ

|

Sep 15, 2020 | 11:18 PM

ગુજરાતીઓના ઘરમાં જ્યારે વાર-તહેવાર આવે એટલે ઘરમાં એક વ્યક્તિનો ઉપવાસ ભલે હોય, પરંતુ સાબુદાણાની ખિચડી તો બધાં ખાય છે. આમ પણ સૌથી વધારે ફરાળમાં સાબુદાણાની જ આઈટમ બનતી હોય છે. દરેક ગુજરાતીઓના ઘરમાં સાબુદાણાની આઈટમ બનતી જ હોય છે. તેની બીજી ઘણી વાનગીઓ પણ બને છે. સાબુદાણામાંથી ખીચડી,ખીર, પાપડ, વડાં અને ચકરી જેવી ઘણી સ્વાદિષ્ટ […]

ઉપવાસમાં ખવાતાં સાબુદાણા છે એનર્જીનો સ્ત્રોત, જાણો અને ઉપવાસ વગર પણ ખાઓ

Follow us on

ગુજરાતીઓના ઘરમાં જ્યારે વાર-તહેવાર આવે એટલે ઘરમાં એક વ્યક્તિનો ઉપવાસ ભલે હોય, પરંતુ સાબુદાણાની ખિચડી તો બધાં ખાય છે. આમ પણ સૌથી વધારે ફરાળમાં સાબુદાણાની જ આઈટમ બનતી હોય છે. દરેક ગુજરાતીઓના ઘરમાં સાબુદાણાની આઈટમ બનતી જ હોય છે. તેની બીજી ઘણી વાનગીઓ પણ બને છે. સાબુદાણામાંથી ખીચડી,ખીર, પાપડ, વડાં અને ચકરી જેવી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરીને લોકો ખાતા હોય છે પણ તમે ક્યારેય એ વાત વિચારી છે કે સાબુદાણા શેમાંથી બને છે? અને કેવી પ્રક્રિયા કરવામાં આવે છે તેની બનાવટ પાછળ? તે શાકાહારી છે કે માંસાહારી તેના પર પણ ઘણી વાર ચર્ચા થાય છે. સાબુદાણાને ટેપિયોકા(Tapioca) નામક વૃક્ષના મૂળમાંથી બનાવવામાં આવે છે, જેને મૂળ દક્ષિણ અમેરીકામાંથી ભારત લાવવામાં આવેલું. 19મી સદીમાં સાબુદાણાનું સૌપ્રથમ ઉત્પાદન તમિલનાડુના સેલમ ખાતે કરવામાં આવેલ હતું અને આજે સેલમ જ ભારતનું મુખ્ય સાબુદાણા ઉત્પાદક મથક છે. જ્યાં 700 જેટલી ફેક્ટરીઓ આ વિસ્તારમાં આવેલી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આઝાદી મળ્યાંના ત્રણ-ચાર વર્ષ પહેલાં જ ભારતમાં પ્રથમ વખત સાબુદાણા બનાવવામાં આવેલા. સાબુદાણાનું ઉત્પાદનએ પછી મોટાભાગે ગૃહઉદ્યોગ પર જ થતું. જો આપણે સાબુદાણાની બનાવટની વાત કરવામાં આવે તો આ માટે સૌપ્રથમ ટેપિયોકા વૃક્ષના મૂળને કાઢીને એમને સારી રીતે સાફ કરવામાં આવે છે. આ મૂળને કસાવા નામથી પણ ઓળખાય છે. ત્યારબાદ એક મશીન દ્વારા કસાવા મૂળની ઉપરની છાલને કાઢવામાં આવે છે. છાલ કાઢ્યાં પછી અંદર મૂળનો ઘટ્ટ ગર કે માવો બચે છે. જેને ત્યારબાદ જરૂરી પાણીની માત્રા ઉમેરી પીસવામાં આવે છે. હવે આ ગરને એક વિશાળ પાત્રમાં ઠાલવવામાં આવે છે અને બાદમાં સુકવવામાં આવે છે. એમાં રહેલા વધારાના પાણીને કાઢવામાં આવે છે. હવે બાકી રહેલા મૂળના સુકાયેલા માવાની મશીનની મદદથી નાની નાની ગોળીઓ બનાવવામાં આવે છે. એ ગોળીઓ એટલે કે સાબુદાણા, આમાં સાબુદાણા એ સંપૂર્ણ શાકાહારી છે. સાબુદાણા દેખાવમાં સફેદ નાના મોતી જેવા હોય છે. તેનો ઉપયોગ મોટાભાગે ફળાહાર માટે થતો હોય છે પણ જો તમે અઠવાડિયામાં એકવાર સાબુદાણાની ખીચડી,ખીર તેમજ તેનામાંથી બનતી અનેક વસ્તુઓ ખાતા થઈ જશો તો તમને નીચે મુજબના ફાયદાઓ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

1. ગરમી નિયંત્રણ:  એક શોધમાંથી મળેલી માહિતી મુજબ સાબુદાણા તમને ફ્રેશ રાખવામાં મદદરૂપ બની શકે છે. અને તેને ચોખા સાથે મિક્સ કરીને ખાવાથી આ તમારા શરીરમાં ગરમીનું પ્રમાણ ઓછુ કરી દે છે.

2. ઝાડા પર રોક લગાવે: જ્યારે પેટ ખરાબ થાય અને ઝાડાની સમસ્યા સતાવે તો આવામાં દૂધ નાખ્યા વગરની સાબુદાણાની ખીર ખૂબ જ અસરકારક સાબિત થાય છે અને તરત જ આરામ આપે છે.

3. બ્લડ પ્રેશર કંટ્રોલમાં: સાબુદાણામાં જોવા મળતા પોટેશિયમ રક્ત સંચારને સારું કરીને તેને નિયંત્રિત કરે છે. જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત માંસપેશીઓ માટે પણ ફાયદાકારી છે.

4. પેટની સમસ્યાઓ દૂર કરે: પેટમાં કોઈપણ પ્રકારની સમસ્યા થતાં સાબુદાણા ખાવા ખૂબ લાભપ્રદ હોય છે અને આ પાચનક્રિયાને ઠીક કરી ગેસ, અપચો વગેરે સમસ્યાઓમાં પણ લાભ આપે છે.

5. એનર્જી વધારે: સાબુદાણા કાર્બોહાઈડ્રેટનો એક સારો સ્ત્રોત છે. જે શરીરમાં તરત અને જરૂરી ઉર્જા આપવામાં ખૂબ સહાયક નિવડે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

6. ગર્ભ સમયે: સાબુદાણામાં ફોલિક એસિડ અને વિટામિન બી જોવા મળે છે, જે કોમ્પલેક્સ ગર્ભાવસ્થા સમયે ગર્ભમાં ઉછરી રહેલા શિશુના વિકાસમાં સહાયક હોય છે.

7. હાડકા મજબૂત બનાવે: સાબુદાણામાં કેલ્શિયમ, આયરન, વિટામીન કે  ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જે હાડકાંને મજબૂત બનાવી રાખવામાં અને જરૂરી લચીલાપણા માટે ખૂબ જ ફાયદાકારી હોય છે.

8. વજન વધારે: ઓછા વજનવાળા વ્યક્તિઓમાં ઈટિંગ ડિસઓર્ડરની સમસ્યા હોય છે. આવી વ્યક્તિઓનું વજન સહેલાઈથી નથી વધતુ. ત્યારે સાબુદાણા એક શ્રેષ્ઠ વિકલ્પ છે જે વજન વધારવામાં મદદ કરે છે.

9. થાક ભગાવે: સાબુદાણાનું સેવન થાકને દૂર કરે છે. આ થાક ઓછો કરી શરીરમાં જરૂરી ઉર્જાના સ્તરને કાયમ રાખવામાં મદદ કરે છે.

10. ત્વચામાં રોનક લાવે: સાબુદાણાનો ઉપયોગ ફેસ માસ્ક બનાવવામાં પણ થાય છે. તેનુ ફેસ માસ્ક બનાવીને ચહેરા પર લગાવવાથી ટાઈટનેસ આવે છે અને કરચલીઓ ઓછી થઈ જાય છે.


(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article