ઉકાળો લીવર માટે નુકશાનકારક હોવાની અફવા આયુષ મંત્રાલયે ફગાવી, સીમિત માત્રામાં સેવન ફાયદાકારક

|

Oct 09, 2020 | 5:17 PM

તાજેતરમાં એવી અફવા ફેલાઈ હતી કે કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે જે લોકો લાંબા સમયથી ઉકાળાનું સેવન કરી રહ્યા છે. તેમના લીવર માટે તે નુકશાનકારક સાબિત થઈ શકે છે. જો કે આયુષ મંત્રાલયે આ વાતને નકારી કાઢી છે. મંત્રાલયે પણ જણાવ્યું છે કે આ ધારણા તદ્દન ખોટી છે. કારણ કે ઉકાળા બનાવવા માટે વપરાતી તમામ […]

ઉકાળો લીવર માટે નુકશાનકારક હોવાની અફવા આયુષ મંત્રાલયે ફગાવી, સીમિત માત્રામાં સેવન ફાયદાકારક

Follow us on

તાજેતરમાં એવી અફવા ફેલાઈ હતી કે કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે જે લોકો લાંબા સમયથી ઉકાળાનું સેવન કરી રહ્યા છે. તેમના લીવર માટે તે નુકશાનકારક સાબિત થઈ શકે છે. જો કે આયુષ મંત્રાલયે આ વાતને નકારી કાઢી છે. મંત્રાલયે પણ જણાવ્યું છે કે આ ધારણા તદ્દન ખોટી છે. કારણ કે ઉકાળા બનાવવા માટે વપરાતી તમામ સામગ્રીનો ઉપયોગ ઘરમાં મસાલા તરીકે કરવામાં આવે છે. સામાન્ય રીતે ભારતીય વાનગીઓમાં આ તમામ મસાલાઓનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવે છે અને અત્યાર સુધી તેનાથી કોઈ નુકશાન થયું હોય તેવી જાણકારી નથી.

બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo
આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
ઘરના માટલામાં જ મળશે Fridge જેવું ઠંડુ પાણી, કરી લો બસ આ કામ, જુઓ-VIDEO
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સ્વાસ્થ્ય મંત્રાલયે જ કોરોના સામે બચવા ઉકાળા પીવાની સલાહ આપી છે. તજ, તુલસી અને કાળી મરીનો ઉપયોગ ઉકાળો બનાવવા માટે થાય છે અને તેનો અનુકૂળ પ્રભાવ પડે છે. આ સાથે જ કેટલાક લોકો આદુ, કિશમિશ વગેરેનો પણ ઉપયોગ કરે છે. જો કે તેનાથી લીવરને કોઈપણ પ્રકારનું નુકશાન નહીં હોવાનું જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે હાલના સમયમાં પણ ભારતના લોકો કોરોના વાઈરસથી બચવા માટે રોજ ઉકાળાનું સેવન કરે છે. જો કે તેના અતિરેકથી હંમેશા બચવું જોઈએ. દિવસમાં એકવાર વહેલી સવારે ઉકાળાનું સેવન યોગ્ય માની શકાય છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article