ત્વચા અને વાળને સુંદર બનાવવા છે તો ખાવો આ ફળ, મિનરલ્સ અને વિટામિનથી ભરપૂર આ ફળના ફાયદા છે અનેક

|

Oct 07, 2020 | 6:18 PM

સ્વાદિષ્ટ, ખાટીમીઠી અને વિટામિન સીથી ભરપૂર સ્ટ્રોબેરીને જોઈને જ મોઢામાં પાણી આવી જાય. તે સાથે જ તેમાં રહેલા મિનરલ્સ અને અનેક વિટામિન્સ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા છે. તે ત્વચા અને વાળને સુંદર બનાવે છે. સ્ટ્રોબેરી ખાવાની સાથે તેનો મિલ્કશેક બનાવીને પણ પી શકાય છે. સ્ટ્રોબેરીમાં કેલરી ઓછી હોય છે. 100 ગ્રામમાં 32 ગ્રામ કેલરી […]

ત્વચા અને વાળને સુંદર બનાવવા છે તો ખાવો આ ફળ, મિનરલ્સ અને વિટામિનથી ભરપૂર આ ફળના ફાયદા છે અનેક

Follow us on

સ્વાદિષ્ટ, ખાટીમીઠી અને વિટામિન સીથી ભરપૂર સ્ટ્રોબેરીને જોઈને જ મોઢામાં પાણી આવી જાય. તે સાથે જ તેમાં રહેલા મિનરલ્સ અને અનેક વિટામિન્સ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા છે. તે ત્વચા અને વાળને સુંદર બનાવે છે. સ્ટ્રોબેરી ખાવાની સાથે તેનો મિલ્કશેક બનાવીને પણ પી શકાય છે.

સ્ટ્રોબેરીમાં કેલરી ઓછી હોય છે. 100 ગ્રામમાં 32 ગ્રામ કેલરી હોય છે. પણ તેમાં શરીર માટે ફાયદાકારક ન્યુટ્રિયન્સ, મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર છે. તેમાં ફેનોલિક ફ્લેવનોઈડ્સ ફાયટો કેમિકલ્સ આવેલા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તેના સેવનથી કેન્સર સામે રક્ષણ મળે છે. તે એન્ટી એજિંગ પણ છે એટલે ત્વચાની સુંદરતા માટે ઉપયોગી છે. વળી, તેનાથી શરીરનું વધારાનું પાણી પણ નીકળે છે એટલે સોજા, વોટર રિટેનશન માટે તે ઉપયોગી છે.

તેમાં વિટામિન સી, વિટામિન બી6, વિટામિન બી કોમ્પલેક્ષ વધુ પ્રમાણમાં આવેલા છે. જે બધા રોગો સામે રક્ષણ આપે છે. વારંવાર થતી શરદી ખાંસી અટકાવે છે. વિટામિન એ હોવાથી ત્વચા અને વાળ સુંદર બને છે. ચહેરા પર અકાળે થતી કરચલીઓ પડતી નથી.

બાળકોને પણ સ્ટ્રોબેરી આપવાથી વધુ ભુખ નથી લાગતી. તેનાથી તેનું પેટ ભરાયેલું રહે છે. તેને દૂધમાં ઉમેરીને તેનું મિલ્કશેક પણ બનાવીને આપી શકાય છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:13 pm, Sat, 26 September 20

Next Article