ફક્ત દાંતની સફાઈ જ નહિં, આ કામમાં પણ ઉપયોગમાં આવી શકે છે ટૂથપેસ્ટ

|

Oct 27, 2020 | 11:18 AM

સામાન્ય રીતે ફક્ત દાંતની સફાઈ માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.પણ શું તમે જાણો છો કે ટૂથપેસ્ટ દાંતની સફાઈ ઉપરાંત તમારા બીજા ઘણાં કામમાં આવી શકે છે. જો તમે નથી જાણતા તો આ જરૂરથી વાંચો. જો તમારા ચહેરા પરથી ખીલની સમસ્યા સામાન્ય છે. ત્યારે પણ તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીને તેને દૂર કરી શકો છો. તેના […]

ફક્ત દાંતની સફાઈ જ નહિં, આ કામમાં પણ ઉપયોગમાં આવી શકે છે ટૂથપેસ્ટ

Follow us on

સામાન્ય રીતે ફક્ત દાંતની સફાઈ માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.પણ શું તમે જાણો છો કે ટૂથપેસ્ટ દાંતની સફાઈ ઉપરાંત તમારા બીજા ઘણાં કામમાં આવી શકે છે. જો તમે નથી જાણતા તો આ જરૂરથી વાંચો.

જો તમારા ચહેરા પરથી ખીલની સમસ્યા સામાન્ય છે. ત્યારે પણ તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીને તેને દૂર કરી શકો છો. તેના માટે તમારે ફક્ત એટલું કરવાનું રહેશે કે ખીલ પર થોડું ટૂથપેસ્ટ લગાવીને થોડા કલાકમાટે રાખવાનું છે. તમે તેને રાત્રે લગાવીને બીજા દિવસે સવારે ચહેરો પાણીથી ધોઈ નાખો, થોડા દિવસ આવું કરવાથી ખીલનું નામોનિશાન નહિ રહે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આ વાંચવા માં થોડું મજેદાર લાગશે પણ ટૂથપેસ્ટનો એક બીજો ઉપાય પણ છે. થોડું ટૂથપેસ્ટ લઈને નખ પર લગાવી કોટનની મદદથી ધીરે ધીરે ઘસો. થોડીજ વારમાં નખ સાફ થઈ જશે.

જ્યાં મહેંદી લાગી હોય તે ભાગ પર થોડું ટૂથપેસ્ટ લગાવીને ધીરે ધીરે વર્ષો હળવા ભીના કપડાથી હાથ અને પગને સાફ કરી લો. આવું દિવસમાં બે-વાર કરો. એવું કરવાથી મહેંદી જલદી નીકળી જશે.  ત્વચાનો કોઈ ભાગ દાઝી ગયો હોય અને તેની જલન ઓછી નથી થઈ રહી તો ટૂથપેસ્ટ એક સારો વિકલ્પ છે. તેને દાઝેલા સ્થાન પર લગાવવાથી જલન ઓછી થશે અને ફોલ્લીઓ પણ દૂર થશે. કાંચના ટેબલ પર ચા ના કપ રાખવાના નિશાન બની ગયા છે. તો તેને મટાડવા માટે ટૂથપેસ્ટ નો પ્રયોગ કરો. તે તરત સાફ થઈ જશે.

તમારી સુંદરતા વધારવા માટે પણ મદદ કરે છે તેને લીંબુ સાથે મેળવીને ફેસપેકની જેમ લગાવવાથી ત્વચા ગોરી થાય છે. આ ઉપરાંત કરચલી અને ડાર્ક સર્કલ હટાવવા માટે પણ તેનો પ્રયોગ કરવામાં આવે છે. તમારા ઘરેણાં કાળા પડી ગયા છે અને તમે તેને ચમકાવવા માંગો છો.તો આ પ્રયોગ કરવો. એ તમારા ઘરેણા ને સાફ કરીને ચમકાવી દેશે. હીરાનાં ઘરેણાંનો ચમકાવવામાં પણ તે મદદ કરે છે. ઘરમાં જો દૂધ ના વાસણ માંથી દુર્ગંધ હટાવવી હોય અથવા તો બાળકોની દૂધની બોટલને સાફ કરવું હોય તો તમે તે વાસણમા થોડું ટૂથપેસ્ટ ભેળવેલું પાણી નાખીને સારી રીતે ધોઈ કાઢો. તેનાથી વાસણમાંથી દૂધની સ્મેલ જતી રહેશે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

આ પણ વાંચોઃ તહેવારો પહેલા લાવો ચહેરા પર રંગત, ઘરે જ બનાવો બેસનનો અસરકારક ફેસપેક

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article