નવું વર્ષ લઈને આવ્યું છે આરોગ્ય ક્ષેત્રે સારા સમાચાર, જાણો વિગત

|

Jan 01, 2021 | 7:41 PM

2021 આરોગ્ય ક્ષેત્રે સારા સમાચાર લઈને આવશે. નવા વર્ષમાં આરોગ્ય ક્ષેત્રે ઘણા બદલાવ આવવા જઈ રહ્યા છે. જેનો સીધો ફાયદો આપણને સૌને થવાનો છે.

નવું વર્ષ લઈને આવ્યું છે આરોગ્ય ક્ષેત્રે સારા સમાચાર, જાણો વિગત

Follow us on

2021 આરોગ્ય ક્ષેત્રે સારા સમાચાર લઈને આવશે. નવા વર્ષમાં આરોગ્ય ક્ષેત્રે ઘણા બદલાવ આવવા જઈ રહ્યા છે. જેનો સીધો ફાયદો આપણને સૌને થવાનો છે.

 

પ્રતિકાત્મક તસ્વીર

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

2021માં હેલ્થ કાર્ડ શરુ થઇ જશે. આ હેલ્થ કાર્ડ દરેક હોસ્પિટલ અને કલીનીકમાં મળશે. આ કાર્ડમાં દરેક મરીઝનો ડેટા સ્ટોર થશે. જેના કારણે દર્દીને જાણકારી ક્યારે પણ ક્યાય પણ એક જ ક્લીકમાં મળી રહેશે. હવે રીપોર્ટ કાર્ડ સાથે લઈને ફરવાની જરૂર નહીં રહે.

બીજી તરફ વિશ્વભરમાં હીપેટાઇટિસ-સીની સારવાર માટે ટૂંક સમયમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થશે છે. યુ.એસ.એ તેને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત ઘરે બેઠા સારવાર માટે વર્ચુઅલ રિયાલિટી જેવી ટેકનોલોજી ટૂંક સમયમાં આવી શકે છે. જેની મદદથી વીઆર કેમેરા દ્વારા આઇ ડોક્ટર દર્દીની આંખોનું સ્પષ્ટ ચિત્ર જોઈ શકશે અને સારવાર કરી શકશે.

આવતા વર્ષે સ્વાસ્થ્યની દુનિયામાં કેટલાક ક્રાંતિકારી ફેરફારો થવાના છે. અમેરિકાના વૈજ્ઞાનીકો કૃત્રિમ કિડની બનાવવામાં સફળ થયા છે. જેને કિડનીના નીચલા ભાગમાં મૂકવામાં આવશે, અને તેના એક છેડાને પાઇપ દ્વારા લોહીની ધમની અને બીજા છેડાને મૂત્રાશય સાથે જોડવામાં આવશે. બીજી તરફ નવા વર્ષમાં સ્માર્ટ ફોનથી કનેક્ટેડ પેસમેકર આવવાની તૈયારીમાં છે. જેની મદદથી મોબાઈલથી જ પેસમેકરનું મોનીટરીંગ થશે.

Published On - 7:39 pm, Fri, 1 January 21

Next Article