લાલ સફરજનથી વધુ ફાયદેમંદ છે Green Apple, જાણો શું છે ગ્રીન એપલના ફાયદા

|

Mar 06, 2021 | 4:40 PM

આપણે ઘણા સમયથી સાંભળીએ છીએ કે દરરોજ એક સફરજનનું સેવન ડોક્ટરથી દૂર રાખે છે. સફરજન ઘણી બીમારીનો રામબાણ ઈલાજ છે.

લાલ સફરજનથી વધુ ફાયદેમંદ છે Green Apple, જાણો શું છે ગ્રીન એપલના ફાયદા

Follow us on

આપણે ઘણા સમયથી સાંભળીએ છીએ કે દરરોજ એક સફરજનનું સેવન ડોક્ટરથી દૂર રાખે છે. સફરજન ઘણી બીમારીનો રામબાણ ઈલાજ છે. લોકો લાલ સફરજન ખાવાનું વધુ પસંદ કરતા હોય છે. પરંતુ ગ્રીન એપલ(Green Apple) પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ગ્રીન એપલમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય ગ્રીન એપલમાં(Green Apple) એન્ટી ઓક્સીડન્ટ, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમથી ભરપૂર હોય છે. સફરજનથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. ગ્રીન એપલ આપણા શરીરને ઘણા પ્રકારના પોષણ આપે છે.

 

આવો જાણીએ ગ્રીન એપલના ફાયદા

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ડાયાબિટીસમાં પણ ફાયદાકારક
જો તમને ડાયાબિટીઝ છે તો તમારે દરરોજ ગ્રીન એપલ ખાવું જ જોઈએ. ગ્રીન એપલમાં લાલ સફરજન કરતા ઓછી ખાંડ અને ફાઈબર હોય છે. ખાસ કરીને ગ્રીન એપલ ટાઈપ-2 ડાયાબિટીઝનું જોખમ ઘટાડવા માટે જાણીતું છે.

 

ફેફસા માટે છે લાભદાયક
એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ગ્રીન એપલનું નિયમિત સેવન કરો છો તો તે અસ્થમાના જોખમને ઘટાડી શકે છે. તેની પાછળ ગ્રીન એપલમાં ફ્લેવનોઈડ્સ જોવા મળે છે. સંશોધનકારોએ દાવો કર્યો છે કે ફ્લેવોનોઈડ્સ અસ્થમાના જોખમનો ઘટાડો કરે છે.

 

પાચનતંત્રમાં સુધારો લાવે
ગ્રીન એપલમાં પેક્ટીન નામનું તત્વ હોય છે, જે આંતરડાના બેક્ટેરિયાના વિકાસમાં મદદ કરે છે અને વધારો કરે છે. તેમાં રહેલું ફાઈબર તમારા પાચનતંત્રને વધુ સારું બનાવે છે. તેને તમારા આહારમાં શામેલ કરવાથી તમે કબજિયાતની ક્યારેય ફરિયાદ નહીં કરો.

 

હાડકાને કરે છે મજબૂત
ખરેખર, ગ્રીન એપલમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ, વિટામિન-કે અને કેલ્શિયમ હોય છે. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિટામિન-કે સ્ત્રીઓમાં ઓસ્ટિઓપોરોસિસને રોકવામાં મદદ કરે છે અને તેમના હાડકાંને પણ મજબૂત બનાવે છે.

 

યુવાન રાખે છે ગ્રીન એપલ
ગ્રીન એપલ ફક્ત તમારા શરીર માટે જ નહીં, પરંતુ તમારી ત્વચા માટે પણ ફાયદાકારક છે. ગ્રીન એપલમાં વિટામિન-સી, વિટામિન-એ અને એન્ટીઓક્સીડન્ટ હોય છે, જે તમારી ત્વચાની ઉંમર વધવાના નિશાન સામે લડવામાં મદદ કરે છે અને તમારી ત્વચાને સ્વસ્થ રાખે છે.

 

આંખ માટે છે ગ્રીન એપલ ફાયદાકારક

લોકો આજકાલ આંખની સમસ્યાથી પણ ઝઝૂમી રહ્યા છે. આંખ કમજોરથી લઈને ડ્રાઈનેસ સુધીની સમસ્યાઓથી લોકો પરેશાન છે. જો તમે પણ આંખોની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો તો પછી તમારા આહારમાં ચોક્કસપણે ગ્રીન એપલનો સમાવેશ કરો. તેમાં હાજર વિટામિન-એ તમારી દ્રષ્ટિ માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article