Health : Spicy food પસંદ છે તો જાણો મસાલા ખાવાના ફાયદા

|

Feb 19, 2021 | 3:21 PM

મસાલા મામલે ભારત હંમેશા અગ્રેસર રહ્યું છે. મસાલેદાર જમવાનું તો બધાને પસંદ છે. પરંતુ આપણે કોશિષ કરીએ છીએ કે, મસાલાનું સેવન ઓછું કરીએ.

Health : Spicy food પસંદ છે તો જાણો મસાલા ખાવાના  ફાયદા

Follow us on

મસાલા મામલે ભારત હંમેશા અગ્રેસર રહ્યું છે. મસાલેદાર જમવાનું (Spicy food ) તો બધાને પસંદ છે. પરંતુ આપણે કોશિષ કરીએ છીએ કે, મસાલાનું સેવન ઓછું કરીએ. પરંતુ આપણે ખુદને રોકી શકતા નથી. મસાલેદાર જમવાથી તીખું લાગે છે આ સાથે જ આંખમાં પાણી પણ આવે છે. આપણે સ્વાદ ખાતર તેને ખાવાનું પસંદ કરીએ છીએ. માનવામાં આવે છે કે, મસાલેદાર ભોજનથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. મેડિકલ સાયન્સ પણ મસાલાના સીમિત સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મસાલામાં તજ, હળદર, લસણ, આદુ, જીરું અને લાલ મરચું જેવા મસાલા હોય છે જે સ્વાસ્થ્યને ઘણા ફાયદા પૂરા પાડે છે. ચાલો જાણીએ મસાલેદાર ખોરાક ખાવાના ફાયદા શું છે.

મસાલા મેટાબોલિઝ્મ વધારે છે.

કેટલાક અધ્યયનો ડેટા સૂચવે છે કે જીરું, તજ, હળદર અને મરચું જેવા કેટલાક મસાલા મેટાબોલિઝ્મ દરમાં વધારો કરી શકે છે અને ભૂખને શાંત કરી શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બળતરા ઘટાડી શકે છે:
મસાલામાં બળતરા વિરોધી ગુણધર્મો છે. મસાલેદાર ખોરાક ખાવાથી માથાનો દુખાવો, ઓટોઈમ્યુન રોગ, સંધિવા અને ઉબકા જેવી સમસ્યાઓ થતી નથી. તે અન્ય વિકારોને દૂર કરવામાં પણ મદદ કરે છે.

મસાલા કેન્સરને ઓછું કરે છે.
કેપ્સીસીન મરચાંમાં જોવા મળતું એક સક્રિય ઘટક છે જે કેન્સરના કોષોને ધીમું કરે છે અને તેનો નાશ કરે છે. UCLAએ ઉંદર પર હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ મુજબ, કેપ્સાસીન ઉંદરમાં પ્રોસ્ટેટ કેન્સરના કોષોની વૃદ્ધિ ધીમું કરે છે.

બેક્ટેરિયાને મારે છે મસાલા
જીરું અને હળદરમાં શક્તિશાળી એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણ હોય છે જે હાનિકારક બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે.

Published On - 3:19 pm, Fri, 19 February 21

Next Article