AMC દ્વારા કોવીડ-19 વેકસીનેશનનું રજીસ્ટ્રેશન, બાકી હોય તો જાણો આ પ્રક્રિયા

|

Dec 26, 2020 | 5:56 PM

નવા વર્ષથી સૌને આશા છે કે કોરોનાની વેક્સીનનું સંશોધન પૂર્ણ થાય અને તે સંપૂર્ણ પણે કારગત નીવડે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશમાં કોવીડ-19 વેકસીનેશન માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ છે. AMC દ્વારા હાલમાં કોવીડ-19 વેકસીન હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર તથા 50 વર્ષથી વધારે ઉંમરની વ્યકિતઓ માટે માહીતી એકત્રિત કરી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ છે. જેમાં 50 […]

AMC દ્વારા કોવીડ-19 વેકસીનેશનનું રજીસ્ટ્રેશન, બાકી હોય તો જાણો આ પ્રક્રિયા

Follow us on

નવા વર્ષથી સૌને આશા છે કે કોરોનાની વેક્સીનનું સંશોધન પૂર્ણ થાય અને તે સંપૂર્ણ પણે કારગત નીવડે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશમાં કોવીડ-19 વેકસીનેશન માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ છે. AMC દ્વારા હાલમાં કોવીડ-19 વેકસીન હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર તથા 50 વર્ષથી વધારે ઉંમરની વ્યકિતઓ માટે માહીતી એકત્રિત કરી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ છે.

જેમાં 50 વર્ષથી વધારે અથવા 50 વર્ષથી ઓછી ઉંમરના નાગરીકો કે જેને બલ્ડ પ્રેસર, ડાયાબીટીસ, કીડની કે અન્ય કોઇ બિમારી હોય તે વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન થઇ રહ્યું છે. જેમાં અગાઉ ઘરે આવેલ હેલ્થ વર્કર પાસે કોવીડ-19 વેકસીનેશન માટે રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેવા નાગરિકો માટે AMCને રજીસ્ટ્રેશનના નવા દ્વાર ખોલ્યા છે. જેમાં પોતાના વિસ્તારના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર પર રજીસ્ટ્રેશન થશે છે. રજીસ્ટ્રેશન માટે ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ જેવા ફોટો આઇ.ડીની જરૂર પડશે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

આ ઉપરાંત ઓનલાઈન પણ રજીસ્ટ્રેશન થઇ શકાશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન www.ahmedabadcity.gov.in પર જઇ કોવીડ-૧૯ વેકસીનેશન રજીસ્ટ્રેશન માટે આપેલ લીંક પર ક્લિક કરીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેમનું રજીસ્ટ્રેશન બાકી છે તેવા નાગરીકો માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે અગાઉ આરોગ્ય કર્મચારી જોડે માહિતી આપેલ હોય તો ફરીવાર રજીસ્ટ્રેશન કરાવવાની જરૂરી નથી.

Next Article