પ્રકૃતિની સુંદર ભેંટ નારિયેળ ,ત્વચા,વાળ અને ચહેરા માટે ઉપયોગી નારિયેળ તેલ

|

Oct 30, 2020 | 12:27 PM

નારિયેળ આપણા માટે પ્રકૃતિની ભેંટ છે. નારીયેળનું તેલ વર્ષોથી આપડે સૌ વાપરતા આવ્યા છે. નારિયેળ આપણી ત્વચા માટે ખૂબ જ ઉપયોગી છે.  અહીં આપને બતાવીશું કે તમે નારિયેલ તેલનો કયા પ્રકારે ઉપયોગ કરીને સુંદરતા મેળવી શકો છો. પ્રાઇમરના રૂપમાં પ્રયોગ કરો  જ્યારે તમે બહાર જવા માટે તૈયાર થતા હોય, ત્યારે ફાઉન્ડેશન લગાવતાં પહેલાં નારિયેળને પ્રાઇમરની […]

પ્રકૃતિની સુંદર ભેંટ નારિયેળ ,ત્વચા,વાળ અને ચહેરા માટે ઉપયોગી નારિયેળ તેલ
Coconut oil with fresh coconut half on wooden background

Follow us on

નારિયેળ આપણા માટે પ્રકૃતિની ભેંટ છે. નારીયેળનું તેલ વર્ષોથી આપડે સૌ વાપરતા આવ્યા છે. નારિયેળ આપણી ત્વચા માટે ખૂબ જ ઉપયોગી છે.  અહીં આપને બતાવીશું કે તમે નારિયેલ તેલનો કયા પ્રકારે ઉપયોગ કરીને સુંદરતા મેળવી શકો છો.

પ્રાઇમરના રૂપમાં પ્રયોગ કરો 
જ્યારે તમે બહાર જવા માટે તૈયાર થતા હોય, ત્યારે ફાઉન્ડેશન લગાવતાં પહેલાં નારિયેળને પ્રાઇમરની રીતે લગાવો. તેના થોડા ટીપાં પોતાના ચહેરા પર લગાવીને પૂરા ચહેરા પર ફેલાવી દો. આ ફાઉન્ડેશન માટે બેઝનું કામ કરશે. અને સાથે ચહેરાને મોઈશ્ચરાઈઝ પણ કરશે. તમે ચીક બોન પર વધારે લગાવી શકો છો જેથી તે હાઈલાઈટ થઈ જાય.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

વાળ માટે છે સંજીવની
નારીયલ તેલ વાળને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે, અને તેને નરમ બનાવે છે. ડસ્ટ અને પ્રદૂષિત વાતાવરણથી પણ બચાવે છે. તમારા વાળને પ્રોટીન આપે છે. અને તેને મજબૂત, ચમકદાર અને સ્વસ્થ બનાવે છે. તે તમારા બે મોઢાવાળા વાળની સમસ્યાથી દૂર કરીને અદ્ભુત કામ કરે છે.

 

તમારી ત્વચા માટે

જો તમે તમારી ત્વચાને પ્રેમ કરો છો તો નારિયેળ તેલ તમારા માટે ખાસ ચાવી છે. જે તમારી ત્વચાને હાઈડ્રેટ રાખે છે અને પ્રદૂષણથી બચાવે છે. બદલતા મોસમમાં ત્વચાની રક્ષા કરે છે. તે એક પ્રાકૃતિક મોઈશ્ચરાઈઝર છે. નારિયેળ તેલના ત્વચા માટે ડિટોક્સિફાય નું કામ કરે છે, તેને નિયમિત રૂપે ત્વચા પર લગાવો.

બોડી સ્ક્રબ બનાવો 
નારિયેળ તેલમાં ખાંડ નાંખી આખા શરીર પર ધીરે ધીરે મસાજ કરો. અને પછી તેને ધોઈ નાંખો. તેનાથી તમારી ત્વચા પર જાદુઈ ચમક જોવા મળશે.

મેકઅપ રિમુવર તરીકે 
નારિયેળ તેલને સારો ક્લીનઝર માનવામાં આવે છે. મેકઅપ ઉતારવા માટે એક કોટન પેડ પર તેલ લો અને મેકઅપ રિમુવ કરો. તે મેકઅપ કાઢીને ત્વચાની અંદરની ગંદકી અને બેક્ટેરિયા પણ હટાવશે.

Next Article