પુષ્કળ પ્રમાણમાં પાણીથી ભરપૂર સક્કરટેટી એક નહીં અનેક રીતે છે શરીર માટે શ્રેષ્ઠ !

|

Oct 07, 2020 | 6:23 PM

સક્કરટેટીના ફાયદા બહુ ઓછા લોકો જાણે છે. સામાન્ય રીતે આ ફળ સૌથી વધારે ઉનાળામાં જોવા મળે છે. પુષ્કળ પ્રમાણમાં પાણીનો ભાગ ધરાવતી સક્કરટેટી શરીરને પાણી પૂરું પાડવાનું અને શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 […]

પુષ્કળ પ્રમાણમાં પાણીથી ભરપૂર સક્કરટેટી એક નહીં અનેક રીતે છે શરીર માટે શ્રેષ્ઠ !

Follow us on

સક્કરટેટીના ફાયદા બહુ ઓછા લોકો જાણે છે. સામાન્ય રીતે આ ફળ સૌથી વધારે ઉનાળામાં જોવા મળે છે. પુષ્કળ પ્રમાણમાં પાણીનો ભાગ ધરાવતી સક્કરટેટી શરીરને પાણી પૂરું પાડવાનું અને શરીરને ઠંડક આપવાનું કામ કરે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 ઘણા લોકોને એ ખ્યાલ પણ નહીં હોય કે આ ફળ જ નહીં તેની છાલ પણ ત્વચા માટે ખૂબ ઉપયોગી છે. ટેટીની છાલ સૂકવીને તેને ક્રશ કરીને તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ત્વચા ચમકદાર બને છે. ત્વચાની શુષ્કતા તેનાથી ઓછી થાય છે. તે ઉપરાંત ખીલ અને ચાઠા પણ દૂર થાય છે.

1). ટેટીમાં આવેલા ફાઇબર્સ અને પૂરતા પ્રમાણમાં પાણીના કારણે પાચનશક્તિમાં સુધારો થાય છે. તે ખાધા પછી વારંવાર ભૂખ નથી લાગતી. તેનું વિટામિન સી આંતરડાના અલ્સરને દૂર રાખે છે.

2). ટેટીમાં પોટેશિયમ હોવાથી બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે. વિટામિન એ પણ હોવાથી તે ખાવાથી વાળનો ગ્રોથ પણ ખૂબ સારો થાય છે. ટેટીનો પલ્પ વાળમાં નાંખવાથી વાળ સુંવાળા અને ભરાવદાર થાય છે.

3). ટેટી એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર છે. તેમાં રહેલ બીટા કેરોટીન, લ્યુટીન આંખની દ્રષ્ટિ તેજ બનાવે છે.

4). તે ઇમ્યુનિટીમાં વધારો કરે છે. સાથે જ ત્વચાની ઇલાસ્ટીસીટી જાળવી રાખે છે. ત્વચા પર કુદરતી નિખાર લાવે છે.

5). દાંત માટે ઉપયોગી છે. જેને દાંતમાં વારંવાર દુઃખાવાની ફરિયાદ હોય છે તે ટેટીથી દુર કરી શકાય છે. તેનાથી દાંત પણ સાફ રહે છે.

6). ફેફસા મજબૂત બને છે. જે વ્યક્તિને શ્વાસની તકલીફ હોય તેના માટે ટેટી ખૂબ જ ઉપયોગી છે. તેના નિયમિત ઉપયોગથી શ્વાસોશ્વાસની પ્રક્રિયા સારી રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Published On - 1:41 pm, Thu, 17 September 20

Next Article