ડાયાબિટીસના દર્દીઓ ખાસ વાંચે, આર્ટિફિશયલ સ્વીટનરનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે નથી સારો

|

Sep 24, 2020 | 11:01 AM

જો તમને વારંવાર કંઈ મીઠું એટલે કે સ્વીટ ખાવાની ઈચ્છા થતી હોય તો સૌથી પહેલા ખાંડ ખાવાનું ઓછું કરી દો. થોડા સમય માટે ખાડનો ઉપયોગ તદ્દન ઓછો કરી દો. જો સુગર ફ્રીનો ઉપયોગ કરતા હોવ તો તે પણ બંધ કરી દો. આમ કરવાથી તમને લાંબા ગાળે ફાયદો જ થશે. આમાં પણ બે પ્રકારના લોકો હોય […]

ડાયાબિટીસના દર્દીઓ ખાસ વાંચે, આર્ટિફિશયલ સ્વીટનરનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે નથી સારો

Follow us on

જો તમને વારંવાર કંઈ મીઠું એટલે કે સ્વીટ ખાવાની ઈચ્છા થતી હોય તો સૌથી પહેલા ખાંડ ખાવાનું ઓછું કરી દો. થોડા સમય માટે ખાડનો ઉપયોગ તદ્દન ઓછો કરી દો. જો સુગર ફ્રીનો ઉપયોગ કરતા હોવ તો તે પણ બંધ કરી દો. આમ કરવાથી તમને લાંબા ગાળે ફાયદો જ થશે. આમાં પણ બે પ્રકારના લોકો હોય છે. એક એવા લોકો હોય છે જેમને કોઈપણ વસ્તુ જોઈને ખાવાનું મન થાય અને જો એકવાર એ વસ્તુ ચાખી લે તો પછી ખાધા જ કરે છે. જ્યારે બીજા પ્રકારના લોકો એવા હોય છે, જે ખાવાની વસ્તુ જોઈને તેને ચાખીને સંતોષ માનતા હોય છે. આવા લોકો આઈસ્ક્રીમ, કોલડ્રિન્ક ખાય કે પીએ તો વજન વધતું નથી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભોજનમાં લોકો અમૂકવાર આર્ટિફિશયલ સ્વીટનરનો પણ ઉપયોગ કરતા હોય છે. પણ હાઈ બ્લડપ્રેશર કે હાઈ કોલેસ્ટોરેલ હોય તેવા લોકોને આની અસર થાય ખરી ? જોકે હવે માર્કેટમાં જુદા જુદા રિસર્ચ કરીને શરીર માટે ઓછા નુકશાનકારક હોય એવા સ્વીટનર શોધવામાં આવ્યા છે. એટલે કે સ્વીટનર દરેક વખતે નુકશાનકારક હોતા નથી.

રોજબરોજના ખોરાકમાં અથવા ચા કોફીમાં ખાંડ અને ગોળનો ઉપયોગ ઓછો કરવો જ હિતાવહ છે. જેમ કે રોજ પીવાતા ચા, કોફી, દૂધ વગેરેમાં ખાંડ નાંખવાનું બંધ કરી દો અથવા ઓછી નાંખો. આમ કરવાથી લાંબા ગાળે ફાયદો થશે. આપણે જાણીએ છીએ કે વધારે મીઠું ખાવાથી વજન વધવાનું જ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જે લોકોને હાઈ કોલેસ્ટ્રોલ કે હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય અથવા ડાયાબિટીસના પેશન્ટ હોય તો આવા લોકોએ બને ત્યાં સુધી સ્વીટનરનો ઉપયોગ ન કરવો. એથી ધીમે ધીમે ગળી વસ્તુ ખાવાનો સ્વાદ બદલવાની કોશિશ કરવી. આના માટે શરૂઆતમાં ખાંડ બંધ કરીને સ્વીટનરનો ઉપયોગ કરવાથી થોડું વજન ઘટશે અને કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડપ્રેશરમાં ફાયદો થશે પણ પછી ધીરેધીરે મીઠી વસ્તુ ખાવાની ઈચ્છા થશે એટલે ફરી વજન વધવાની સાથે એ જ જૂની સમસ્યાઓ ઉભી થશે.

રોજિંદા જરૂરી ગળપણ માટે દિવસ દરમ્યાન એક ચમચી ખાંડ લઈ શકાય છે. આ ઉપરાંત દિવસ દરમ્યાન થોડા ડ્રાયફ્રુટ નાખીને મિલ્કશેક બનાવીને પી શકાય છે. આ રીતે આર્ટિફિશયલ સ્વીટનરનો ઉપયોગ કર્યા વિના પણ તમે ગળ્યું ખાવાની આદતમાં પરિવર્તન લાવી શકો છો અને રોજિંદી જરૂરી શર્કરા પણ મેળવી શકો છો.


(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article