પરસેવાથી કાયમ રહો છો પરેશાન ? અપનાવો આ નુસખા

|

Oct 27, 2020 | 8:05 PM

કેટલાક લોકોને હદ કરતા વધારે પરસેવો થાય છે. અને પરસેવાને સાફ ન કરવામાં આવે તેમજ તે લાંબા સમય સુધી શરીર પર રહે, તો તેમાંથી દુર્ગંધ પણ આવે છે .સાથે જ કેટલાક કીટાણુઓને પણ જન્મ આપે છે. આવી સ્થિતિથી બચવા માટે તમારે કેટલીક વાતો પર ધ્યાન આપવું જરૂરી છે. શરીરના જે ભાગમાં તમને સૌથી વધારે દુર્ગંધ […]

પરસેવાથી કાયમ રહો છો પરેશાન ? અપનાવો આ નુસખા

Follow us on

કેટલાક લોકોને હદ કરતા વધારે પરસેવો થાય છે. અને પરસેવાને સાફ ન કરવામાં આવે તેમજ તે લાંબા સમય સુધી શરીર પર રહે, તો તેમાંથી દુર્ગંધ પણ આવે છે .સાથે જ કેટલાક કીટાણુઓને પણ જન્મ આપે છે. આવી સ્થિતિથી બચવા માટે તમારે કેટલીક વાતો પર ધ્યાન આપવું જરૂરી છે.

શરીરના જે ભાગમાં તમને સૌથી વધારે દુર્ગંધ આવવાની સમસ્યા હોય, તેવામાં ઘરની બહાર નિકળતા પહેલા, થોડી મિનિટો સુધી તે જગ્યા પર બરફ લગાવી રાખો.તેનાથી વધારે પરસેવો નહીં થશે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024

જો તમને પગના તળિયામાં વધારે પરસેવો થાય છે, તો એક ટબમાં પાણી ભરો અને તેમાં બે ચમચી ફટકડીનો પાઉડર નાખો. હવે આ ટબમાં બેથી પાંચ મિનિટ માટે પોતાના પગ ડૂબાવી રાખો.

જે કપડાં તમે આખો દિવસ પહેરીને બહાર ગયા હોય તે કપડા ધોયા પછી કબાટમાં રાખી દો.

વધારે સમય સુધી પહેરેલા અથવા તો વગર ધોયેલા કપડા કબાટમાં રાખવાથી તેમાં દુર્ગંધ પેદા કરવા વાળા બેક્ટેરિયા સક્રિય થાય છે. અને આ દુર્ગંધ બીજા સાફ કપડાં કપડાં પણ પહોંચી જાય છે. અને તમે તે સમજી નથી શકતા કે સાફ અને ધોયેલા કપડાંમાં આ અજીબ દુર્ગંધ કેમ આવે છે ?

આવા મોસમમાં ટાઈટ કપડાં ન પહેરો પરંતુ સુતરાઉ કપડાં જ પહેરો. એવાં કપડાં પહેરો જે શરીરને ચોંટે નહીં, કારણ કે ચુસ્ત કપડામાં વધારે પડતો પરસેવો આવે છે અને તેમાંથી હવા પસાર થઈ શકતી નથી જેના કારણે દુર્ગંધ આવે છે.

શરીરની સાફ સફાઈ પર વિશેષ ધ્યાન આપો. જરૂર લાગે તો દિવસમાં બે વાર નાહી પણ લો.

નાહવા માટેની લીમડો અથવા એન્ટીબેક્ટેરિયલ સાબુનો ઉપયોગ કરો. તળેલી શેકેલી અથવા તો વધારે મસાલાયુક્ત વસ્તુઓ આવી મોસમમાં ખાવાથી બચો.

બાથટબમાં નાહવાના એક કલાક પહેલા સંતરાના છોતરા નાંખો.

શરીરને રગડીને તાજા પાણીથી નહાવાથી શરીરથી ગંદકીઓ દૂર થઈ જાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article