Oxygen Level : કોરોનાથી દૂર રહેવા અને ઓક્સિજન લેવલ વધારવા ખૂલીને હસો

|

May 15, 2021 | 3:44 PM

Oxygen Level : કોરોના સંક્રમિત લોકોમાં ઓક્સિજનની કમી જોવા મળી રહી છે. તેવામાં લોકો પરેશાન થઈ રહ્યા છે. લોકોમાં તણાવ અને ડર વધી ગયો છે. તેના કારણે પણ તેમની ઇમ્યુનિટી કમજોર થઈ રહી છે.

Oxygen Level : કોરોનાથી દૂર રહેવા અને ઓક્સિજન લેવલ વધારવા ખૂલીને હસો
oxygen level

Follow us on

Oxygen Level : કોરોના સંક્રમિત લોકોમાં ઓક્સિજનની કમી જોવા મળી રહી છે. તેવામાં લોકો પરેશાન થઈ રહ્યા છે. લોકોમાં તણાવ અને ડર વધી ગયો છે. તેના કારણે પણ તેમની ઇમ્યુનિટી કમજોર થઈ રહી છે. તેવામાં જો તમારે કોરોનાને હરાવવો હોય તો તમારે પેટ ભરીને દિલ ખોલીને હસવું જરૂરી છે. જી હાં, હસવાથી ફક્ત આપણું જીવન ખુશ નથી બનતું પણ આપણું સ્વાસ્થ્ય પણ સુધરે છે.

હસવાથી આપણા શરીરમાં ઓક્સિજનનું લેવલ વધે છે. એટલું જ નહીં ખુશ રહીને, હસીને તમે કોરોના જેવી મહામારીને પણ હરાવી શકો છો. હસવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે. તણાવને દૂર ભગાવવા માટે પણ ઇમ્યુનિટી વધી શકે છે. હસવાથી શરીરમાં ઓક્સિજન લેવલ વધે છે તે ઉપરાંત પણ તેના ઘણા ફાયદા છે.

1). ઘણી રિસર્ચમાં સામે આવ્યું છે કે હસવાથી તેમના શરીરમાં ઊંડી શ્વાસ લેવાની અને છોડવાની એક્સરસાઇઝ થાય છે. તેનાથી આપણા શરીરમાં ઓક્સિજનનો સંચાર થાય છે. અને ઓક્સિજનનું લેવલ જળવાવાથી આખો દિવસ આપણે ઉર્જાવાન રહી શકીએ છીએ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

2). હસવાથી આપણું બ્લડ સર્ક્યુલેશન પણ બીજાની સરખામણીએ સારું રહે છે. જેથી આપણે હંમેશા ખૂલીને હસવું જરૂરી છે.

3). કોરોનાના આ સમયમાં ઇમ્યુનિટી વધારવા માટે લોકો ઘણા ઉપાયો કરે છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે હસવાથી રોગો સામે લડવાની તાકાત પણ વધે છે. હસવાથી શરીરમાં એન્ટી વાયરલ અને સંક્રમણ રોકવાની કોશિકાઓ પણ વધે છે.

4). હસવાથી દુખાવામાં પણ આરામ મળે છે. લાફિંગ થેરેપની મદદથી દર્દમાં રાહત મળે છે. જો તમે 10 મિનિટ સુધી હસો છો તો તમને દર્દથી રાહત મળે છે.

5). હસવાથી શરીરમાં ઇન્ડોરફીન હોર્મોન બને છે. જેનાથી શરીરમાં સકારાત્મકતા આવે છે, મૂડ ફ્રેશ થાય છે અને તણાવ ઘટે છે.

નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે. 

 

Next Article