N-95 માસ્કનો ઉપયોગ કોરોના સંક્રમણને રોકવા માટે અસફળ,DGHSએ સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર હોમમેડ માસ્કને સુરક્ષિત ગણાવ્યું,ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ વધારે અસરકારક

|

Jul 21, 2020 | 5:37 AM

કોરોનાવાઈરસના કહેરથી બચવા માટે માસ્કનો ઉપયોગ અનિવાર્ય છે. અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે કોરોનાવાઈરસ સામે N-95 માસ્ક અસરકારક છે. જો તમે પણ N-95 માસ્કનો ઉપયોગ કરો છો તો હવે તમારે ચેતી જવાની જરૂર છે. સરકારના સ્વાસ્થ્ય સેવાના ડાયરેક્ટર ડૉ. રાજીવ ગર્ગે રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોને પત્ર લખી તેનો ઉપયોગ રોકવા માટે ભલામણ કરી […]

N-95 માસ્કનો ઉપયોગ કોરોના સંક્રમણને રોકવા માટે અસફળ,DGHSએ સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર હોમમેડ માસ્કને સુરક્ષિત ગણાવ્યું,ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ વધારે અસરકારક
http://tv9gujarati.in/n-95-mask-no-upy…e-surkshit-ganyo/

Follow us on

કોરોનાવાઈરસના કહેરથી બચવા માટે માસ્કનો ઉપયોગ અનિવાર્ય છે. અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે કોરોનાવાઈરસ સામે N-95 માસ્ક અસરકારક છે. જો તમે પણ N-95 માસ્કનો ઉપયોગ કરો છો તો હવે તમારે ચેતી જવાની જરૂર છે. સરકારના સ્વાસ્થ્ય સેવાના ડાયરેક્ટર ડૉ. રાજીવ ગર્ગે રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોને પત્ર લખી તેનો ઉપયોગ રોકવા માટે ભલામણ કરી છે. વાલ્વવાળા N-95 માસ્ક વાઈરસને બહાર નીકળવામાં મદદ કરતાં નથી. તેથી N-95 માસ્કનો ઉપયોગ કોરોના સંક્રમણને રોકવા માટે અસફળ છે.

DGHSએ સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર હોમમેડ માસ્કને સુરક્ષિત ગણાવ્યો છે. સાથે જ કહેવામાં આવ્યું છે રેસ્પિરેટર N-95નો ઉપયોગ હાનિકારક છે કારણ કે, તે વાઈરસને માસ્કની બહાર નીકળવા પર રોકે છે. ગર્ગે પત્રમાં લખ્યું છે કે, હું તમામને અનુરોધ કરું છુ કે ફેસકવર માટે N-95નો ઉપયોગ પર રોક લગાવવામાં આવે.

સરકારની એડવાઈઝરી અનુસાર, ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ વધારે અસરકારક છે. હવે ડૉક્ટર્સ અને હેલ્થ વર્કર્સ N-95 માસ્ક સાથે ટ્રિપલ લેયર માસ્કનો પણ ઉપયોગ કરી રહ્યા છે. નિષ્ણાતોના મત અનુસાર, હોમમેડ માસ્કનો રંગ કેવો છે તેનાથી તેની અસરકારકતા પર કોઈ પણ ફરક પડતો નથી, પંરતુ કપડાંના માસ્કને ઉકાળેલા પાણીમાં 5 મિનિટ રાખી ધોવો જોઈએ અને તે સુકાઈ જાય ત્યારબાદ જ તેનો પ્રયોગ કરવો જોઈએ. ઉકાળેલા પાણીમાં મીઠું પણ ઉમેરી શકાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Next Article