મીઠા લીમડામાં છુપાયેલા છે સ્વસ્થ આરોગ્યના અનેક જવાબ

|

Oct 07, 2020 | 6:34 PM

મીઠો લીમડો એટલે કે કઢી લીમડાના પાંદડા મોટાભાગે રાંધણ અને ઔષધીય હેતુઓ માટે વપરાય છે. તેને અનન્ય સ્વાદ અને સુગંધ ધરાવતા નાના લીલા પાંદડા છે. તે સંભાર, રસમ, ચટણી, કઢી કે શાક જેવી વાનગીઓમાં નાખવામાં આવે છે. 100 ગ્રામ મીઠો લીમડો લગભગ 108 કેલરી ઉર્જા પ્રદાન કરે છે. તેઓ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન […]

મીઠા લીમડામાં છુપાયેલા છે સ્વસ્થ આરોગ્યના અનેક જવાબ

Follow us on

મીઠો લીમડો એટલે કે કઢી લીમડાના પાંદડા મોટાભાગે રાંધણ અને ઔષધીય હેતુઓ માટે વપરાય છે. તેને અનન્ય સ્વાદ અને સુગંધ ધરાવતા નાના લીલા પાંદડા છે. તે સંભાર, રસમ, ચટણી, કઢી કે શાક જેવી વાનગીઓમાં નાખવામાં આવે છે. 100 ગ્રામ મીઠો લીમડો લગભગ 108 કેલરી ઉર્જા પ્રદાન કરે છે. તેઓ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન અને અન્ય ખનિજોથી સમૃદ્ધ છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ઈ વગેરે જેવા વિટામિન પણ હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

કેન્સરનું જોખમ ઘટાડે છે:

તે આપણા શરીરને વિવિધ પ્રકારના કેન્સરથી સુરક્ષિત રાખે છે. મીઠા લીમડાના ફ્લેવોનોઈડ્સ એન્ટિ કેન્સર એજન્ટો તરીકે કામ કરે છે. તેઓ સ્તન કેન્સરના કોષોના વિકાસને રોકવામાં અસરકારક છે.

ડાયાબિટીઝના દર્દીઓ માટે મદદગાર:

મીઠા લીમડાનો વપરાશ ડાયાબિટીઝ ઘટાડવામાં મદદ કરે છે. તે લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડવા માટે ખૂબ અસરકારક હોવાનું જણાયું છે. તે ફાઈબરથી ભરપૂર હોય છે એટલે પાચનક્રિયા ધીમી કરે છે, આમ આપણા લોહીમાં બ્લડ સુગરના સ્તરમાં અચાનક વધારો અટકાવે છે. તેઓ ઈન્સ્યુલિનની પ્રવૃત્તિને પણ વેગ આપે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વાળ માટે ઉત્તમ:

જ્યારે નાળિયેર તેલથી બાફવામાં આવે ત્યારે તેના પાંદડા એક ઉત્તમ વાળ ટોનિક બનાવે છે. જે ગ્રેઈંગને અટકાવે છે અને વાળના વિકાસને ઉત્તેજિત કરે છે. તે આપણા વાળને મજબૂત બનાવે છે અને વાળ ખરતા અટકાવે છે. તે ડેન્ડ્રફ અને ડ્રાય સ્કલ્પને રોકવામાં પણ મદદગાર છે.

વજન ઘટાડવામાં મદદગાર:

તેમાં રહેલા આલ્કલોઈડ્સ આપણા શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર જાળવવામાં મદદ કરે છે. તે ડિટોક્સિફાઈન્ગ એજન્ટ તરીકે પણ કામ કરે છે અને આપણા શરીરમાંથી ઝેર દૂર કરે છે. તેમજ ચરબીના સંચયને અટકાવે છે. આ વજન ઘટાડવામાં મદદ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્વચા માટે સારું:

તે ત્વચા પર હળવા બર્ન્સ, ઉઝરડા અને ફાટી નીકળવામાં સુરક્ષા આપવામાં મદદગાર છે. તે આપણી ત્વચાને ચેપથી પણ સુરક્ષિત રાખે છે. તેથી મીઠો લીમડો કેટલાક સાબુનો ઘટક છે. મીઠો લીમડો પિરિયડ્સના દુઃખાવા સામે પણ રાહત આપે છે.

Published On - 11:02 pm, Sun, 13 September 20

Next Article