મસાની સમસ્યાથી પીડાનારા આ પોસ્ટ ખાસ વાંચે, જડમૂળથી દૂર કરવા અપનાવો આ પ્રાકૃતિક ઘરેલુ ઉપાય

|

Oct 28, 2020 | 2:07 PM

શું તમારી ત્વચા પર પણ નાના કે મોટા મસા ઉભરી આવ્યા છે. જો તમે મસાને જડમૂળથી હટાવી દેવા માગો છો. તો કોઈ પ્રાકૃતિક ઉપાય સૌથી શ્રેષ્ઠ રહેશે. જેથી તમારી ત્વચા પર કોઈ પણ પ્રકારની ખરાબ અસર ન થાય. આવો જાણીએ આવા જ કેટલાક પ્રાકૃતિક ઘરેલુ ઉપાય. સફરજનનો સિરકો : સફરજનનો સરકો મસાને જડમૂળથી ખતમ કરવા […]

મસાની સમસ્યાથી પીડાનારા આ પોસ્ટ ખાસ વાંચે, જડમૂળથી દૂર કરવા અપનાવો આ પ્રાકૃતિક ઘરેલુ ઉપાય

Follow us on

શું તમારી ત્વચા પર પણ નાના કે મોટા મસા ઉભરી આવ્યા છે. જો તમે મસાને જડમૂળથી હટાવી દેવા માગો છો. તો કોઈ પ્રાકૃતિક ઉપાય સૌથી શ્રેષ્ઠ રહેશે. જેથી તમારી ત્વચા પર કોઈ પણ પ્રકારની ખરાબ અસર ન થાય. આવો જાણીએ આવા જ કેટલાક પ્રાકૃતિક ઘરેલુ ઉપાય.

સફરજનનો સિરકો :
સફરજનનો સરકો મસાને જડમૂળથી ખતમ કરવા માટે ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે. તેને રોજ ઓછામાં ઓછું ત્રણ વાર મસા પર લગાવો, અને ઉપરથી રૂ ચીપકાવી દો. થોડાક દિવસોમાં મસાનો રંગ ડાર્ક થઈ જશે અને તેની ત્વચા સૂકી થઈ નીકળી જશે. જો તેને લગાવ્યા પછી પણ તમને કોઈ પરેશાની થાય છે તો તમે એલોવેરા જેલ લગાવી શકો છો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

લસણની કળીઓને છોલીને કાપી લો અને તેને મસા પર ઘસો અથવા તો તેનું પેસ્ટ બનાવીને મસા પર લગાવો. આવું કરવાથી થોડાક જ દિવસોમાં મસા જડમૂળમાંથી નીકળી જશે. લીંબુના રસમાં રૂ પલાળીને મસા પર લગાવાથી પણ ફાયદો થશે.

બટાકાનો રસ લગાવો અથવા તો બટાકાને કાપીને મસા પર ઘસવાનો પણ એક સારો વિકલ્પ છે. વણજોઈતા મસાથી છુટકારો મેળવવા માટે તમે ઈચ્છો તો બટાકાનો રસ રાત ભર મસા પર લગાવીને રાખી શકો છો .

બેકિંગ સોડાનો ઉપયોગ પણ ત્વચાની ઘણી સમસ્યા માટે કરવામાં આવે છે. મસાને હટાવવા માટે બેકિંગ સોડા અને એરંડીનું તેલ ભેળવીને મસા પર લગાવો. થોડા દિવસમાં ફરક દેખાશે. અનાનસનો રસ, ફ્લાવરનો રસ, મધ અથવા કાંદાનો રસ નો પ્રયોગ પણ મસા ને નાશ કરવામાં ઉપયોગ કરી શકાય છે.

નોંધ- મસાની આ સમસ્યા માટે તજજ્ઞ તબીબની સલાહ લેવી આવશ્યક છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article