કાળી મરીના 10 ફાયદા જેનાથી અત્યારસુધી તમે હશો અજાણ.

|

Oct 27, 2020 | 9:52 PM

સલાડ હોય, ફળ હોય અથવા તો પીઝા હોય કે પાસ્તા. કાળી મરી દરેક વસ્તુનો સ્વાદ વધારે છે. અને તે આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આવો જાણીએ કાળી મરીના 10 ફાયદા. 1) કાળી મરીનો ખાંસી સર્દીની સીરપ માટે ઉપયોગ કરવામાં આવે છે. રાત્રે સૂતા પહેલાં એક ચમચી મધ, આદુના રસની સાથે ચપટી ભરીને […]

કાળી મરીના 10 ફાયદા જેનાથી અત્યારસુધી તમે હશો અજાણ.

Follow us on

સલાડ હોય, ફળ હોય અથવા તો પીઝા હોય કે પાસ્તા. કાળી મરી દરેક વસ્તુનો સ્વાદ વધારે છે. અને તે આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આવો જાણીએ કાળી મરીના 10 ફાયદા.

1) કાળી મરીનો ખાંસી સર્દીની સીરપ માટે ઉપયોગ કરવામાં આવે છે. રાત્રે સૂતા પહેલાં એક ચમચી મધ, આદુના રસની સાથે ચપટી ભરીને કાળી મરી ખાવાથી કફ ઓછો થાય છે. અને, ચામાં મેળવીને પીવાથી પણ ફાયદો મળે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

2) યુનિવર્સિટી ઓફ મિશિગન દ્વારા કરવામાં આવેલી એક સ્ટડી પ્રમાણે કાળી મરીમાં પીપેરીન નામનું રસાયણ હોય છે. જે કેન્સર સામે લડવામાં મદદરૂપ  છે.

3) જો કાળી મરીને હળદરની સાથે લેવામાં આવે તો તેની અસર વધારે થાય છે. ખાસ કરીને મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરને રોકવા માટે તે ખૂબ જ ફાયદાકારક છે

.

4) કાળી મરીમાં રહેલ પીપેરીન તત્વને કારણે લોહીનો સંચાર વધે છે. તેનાથી માંસપેશીઓના દર્દમાં રાહત મળે છે. તેલને હળવું ગરમ કરીને તેમાં કાળી મરી નાખો. અને પીઠ તેમજ ખભાની માલિશ કરો. સાંધાના રોગમાં પણ ફાયદાકારક છે.

5) કાળી મરીને કારણે પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડ વધારે બને છે, જે પચવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. તેનાથી પેટમાં દુખાવો, પેટ ફૂલવામાં અથવા તો કબજિયાતમાં રાહત મળે છે. જો તમને એસીડીટી અથવા ગેસની સમસ્યા છે તો મરીનો ઉપયોગ શરૂ કરો.

6) મોટી કાળી મરીને ખાંડ અને તેલની સાથે મિક્સ કરીને ચહેરા પર ઘસો. તેનાથી ચહેરાની ગંદકી દૂર થઈ જશે. કાળી મરીના કારણે રક્તસંચાર પણ ઝડપી બનશે. જેનાથી ચહેરા પર નિખાર આવશે.

7) 2010માં થયેલા એક સંશોધન પ્રમાણે કાળી મરી શરીરની ચરબી ઓછી કરવાનું પણ કામ કરે છે. તેનાથી પાચન પ્રક્રિયા ઝડપી થાય છે અને ઓછા સમયમાં વધુ કેલેરી ખર્ચ થાય છે. શરીરના ટોક્સિન બહાર કાઢવામાં પણ મદદ કરે છે.

 

8) જો તમને ખોડાની સમસ્યા છે તો દહીંમાં કાળી મરી મિક્સ કરીને માથા પર તેની માલિશ કરો. અડધા કલાક પછી તેને પાણીથી ધોઇ કાઢો. તેનાથી ખોડો પણ ઓછો થશે અને વાળ ચમકશે.

9) પેઢામાં સોજા આવવા અથવા તો શ્વાસની દુર્ગંધની સમસ્યા હોય તો એક ચપટી મીઠું અને એક ચપટી કાળી મરીને પાણીમાં મિશ્રણ કરીને પેઢા પર ઘસો. પાણીની જગ્યા પર લવિંગના તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

10) કાળી મરીના ઉપયોગથી શરીરમાં સેરોટોનિન હોર્મોન બને છે. તે સારા મૂડ માટે જવાબદાર હોય છે. સેરોટોનિનની માત્રા વધવાથી ડિપ્રેશનમાં ફાયદો મળે છે. જેથી રોજીંદા ભોજનમાં કાળી મરીનો ઉપયોગ કરો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article