Warm Water benefit: ઉનાળાની ઋતુમાં હૂંફાળું પાણીનું સેવન છે ફાયદાકારક, જાણો કેમ?

|

Apr 05, 2021 | 5:23 PM

Warm Water benefit: ઉનાળાની ઋતુમાં હૂંફાળા પાણી પીવાની સલાહ ભલે ખરાબ લાગે પરંતુ રિસર્ચમાં એ વાતનો સ્વીકાર થયો છે કે આપણે વર્ષો સુધી ઠંડુ પાણી પીવાને બદલે હૂંફાળા પાણીનું (Warm Water)સેવન કરીએ તો આપણું સ્વાસ્થ્ય વધુ ફિટ અને સ્વસ્થ રહે છે.

Warm Water benefit: ઉનાળાની ઋતુમાં હૂંફાળું પાણીનું સેવન છે ફાયદાકારક, જાણો કેમ?
ગરમ પાણી

Follow us on

Warm Water benefit: ઉનાળાની ઋતુમાં હૂંફાળા પાણી પીવાની સલાહ ભલે ખરાબ લાગે પરંતુ રિસર્ચમાં એ વાતનો સ્વીકાર થયો છે કે આપણે વર્ષો સુધી ઠંડુ પાણી પીવાને બદલે હૂંફાળા પાણીનું (Warm Water)સેવન કરીએ તો આપણું સ્વાસ્થ્ય વધુ ફિટ અને સ્વસ્થ રહે છે. હૂંફાળું પાણી પીવાનો મતલબ બિલકુલ એવો નથી કે ગરમાગરમ પાણીનું સેવન કરો. પરંતુ દરરોજ સવારે ખાલી પેટે હૂંફાળા પાણીનું સેવન કરવાથી આપણું બોડી એલજોર્બ થઈ શકે છે. ટૂંકા સમયમાં શરીરને હાઈડ્રેટ મહેસુસ કરે છે. આવો જાણીએ હૂંફાળા પાણી પીવાથી શું ફાયદો થાય છે.

 

બોડીને કરે છે ડીટોક્સ
મેડિકલ ડેઈલી મુજબ સવારે જો એક કપ ગરમ પાણી લેવામાં આવે તો તે આપણા શરીરમાં રહેલા ઝેરને બહાર કાઢવામાં મદદ કરે છે. એટલું જ નહીં, ગરમ અથવા નવશેકું પાણીનું સેવન આંતરડામાં રહેલા ખોરાકને ઝડપથી બ્રેકડાઉન કરીને પાચનતંત્રને મદદ કરે છે. જણાવી દઈએ જમ્યા પહેલા કે બાદમાં ઠંડુ પાણીનું સેવન કરો છો તો ખોરાકનું તેલ ચરબીમાં ફેરવાઈ જાય છે અને આંતરડામાં સંગ્રહિત થાય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

સિઝનલ બીમારીને રાખે છે દૂર

જો તમે ઉનાળાની ઋતુમાં પણ પીવા માટે ઠંડા પાણીને બદલે નવશેકું પાણી પીતા હોય તો તે તમને આખા વર્ષ દરમિયાન સીઝનલ ફ્લૂ, ઉધરસ, શરદી વગેરેથી દૂર રાખે છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવવામાં ખૂબ અસરકારક છે.

 

કબજિયાતને દૂર રાખે
જો તમને હૂંફાળું પાણી પીવાની ટેવ હોય તો તમને કબજિયાતની ફરિયાદ ક્યારેય નહીં થાય. ઘણા એવા લોકો છે જેઓ વહેલી સવારે આંતરડાની ગતિ અનુભવતા નથી, પરંતુ જો તમે સવારે ખાલી પેટે હૂંફાળા પાણીનું સેવન કરો છો તો તમારા આંતરડામાં રહેલ ખોરાક બ્રેકડાઉન કરી આસાનીથી બહાર કાઢવામાં મદદ કરશે અને પેટ આસાનીથી સાફ થઈ જશે.

 

પિરિયડના દુખાવામાં થાય છે રાહત
હેલ્થલાઈન મુજબ જો મહિલાઓ પીરિયડ દરમિયાન પેટમાં દુખાવો અને મસલ્સ કેમ્પથી પરેશાન હોય તો ચોક્કસપણે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. તે લોહીનો પ્રવાહ વધારે છે અને સ્નાયુઓને આરામ આપે છે.

 

વજન ઓછું કરવામાં મદદરૂપ
જો તમે તમારી જાતને ફીટ રાખવા માંગો છો અને વજન ઓછું થવા ન માંગતા હોવ તો નવશેકું પાણી પીવાની આદત બનાવો. આ તમને ફિટ રહેવામાં મદદ કરશે. ખરેખર હૂંફાળું પાણી શરીરનું તાપમાન બરાબર રાખે છે અને તમારા મેટાબોલિઝમ રેટમાં વધારો કરે છે. આટલું જ નહીં, તે તમારા પેટ અને કિડનીને પણ સ્વસ્થ રાખશે. જો તમે સવારે ખાલી પેટ પર લીંબુના પાણી સાથે લીંબુનું સેવન કરો છો તો તે તમારા શરીરની ચરબી ઓછી થાય છે.

 

સ્કિનને સ્વસ્થ રાખે
સંશોધનોમાં જાણવા મળ્યું છે કે જો સવારે ખાલી પેટ પર ગરમ પાણી પીવામાં આવે છે તો તે તમારા શરીરમાંથી ઝેરને બહાર કાઢે છે, જે તમારી ત્વચા પર વૃદ્ધત્વ પ્રક્રિયા ધીમી કરે છે. ડિટોક્સિફિકેશનને કારણે ત્વચાના કોષો ઝડપથી રીપેર થઈ જાય છે અને ત્વચામાં સાનુકૂળતા લાંબા સમય સુધી રહે છે.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article