શું તમારા બાળકને પણ સતાવી રહી છે બેડ વેટિંગની સમસ્યા ?

નાની ઉંમરના બાળકોમાં બેડ વેટિંગ એટલે કે પથારીમાં પેશાબ કરવાની સમસ્યા સામાન્ય રીતે જોવા મળતી હોય છે. સવારે ઉઠતાની સાથે જ માતાપિતાઓ જ્યારે જોય છે કે બાળકે પથારીમાં પેશાબ કર્યો છે ત્યારે શું કરવું અને શું ન કરવું તેની અવઢવમાં તેઓ મુકાઈ જાય છે. પથારીમાં પેશાબ કરવો તેને સાઈકિયાટ્રીની ભાષામાં નોકટનરલ એનયુરેસીસી કહેવાય છે. 3 […]

શું તમારા બાળકને પણ સતાવી રહી છે બેડ વેટિંગની સમસ્યા ?
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:22 PM

નાની ઉંમરના બાળકોમાં બેડ વેટિંગ એટલે કે પથારીમાં પેશાબ કરવાની સમસ્યા સામાન્ય રીતે જોવા મળતી હોય છે. સવારે ઉઠતાની સાથે જ માતાપિતાઓ જ્યારે જોય છે કે બાળકે પથારીમાં પેશાબ કર્યો છે ત્યારે શું કરવું અને શું ન કરવું તેની અવઢવમાં તેઓ મુકાઈ જાય છે. પથારીમાં પેશાબ કરવો તેને સાઈકિયાટ્રીની ભાષામાં નોકટનરલ એનયુરેસીસી કહેવાય છે. 3 મહિનાથી લઈને પાંચ વર્ષ સુધીના ઉંમરના સમયગાળામાં બાળકોમાં આ સમસ્યા હોય છે. પણ જ્યારે લાંબા સમય સુધી આ સમસ્યા રહે તો તે મા બાપ માટે ચિંતાનો વિષય બની જતો હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જ્યારે પેશાબની કોથળીમાં પેશાબ ભરાય ત્યારે મગજને સંદેશો પહોંચે છે. એ પછી મગજમાંથી આદેશ છૂટે છે કે બાથરૂમમાં જઈને પેશાબ કરી લેવો. આ આખી શૃંખલામાં એક જગ્યાએ તકલીફ પેદા થાય ત્યારે દિમાગની ઈચ્છા, આદેશ કે જાણ વગર પેશાબ થાય ત્યારે હોર્મોનની ગરબડ જવાબદાર હોય છે. ઘણીવાર બ્લેડરમાં તકલીફ કે વારસાગત બીમારીના કારણે પણ આવું થાય છે. ખાસ કરીને પિતાને આવી તકલીફ હોય તો સંતાનમાં પણ જોવા મળે છે. જે બાળકો ગાઢ નિંદ્રા લે છે તેમને આ બીમારી થવાનું જોખમ વધી જાય છે. સાઇકોલોજીકલ પ્રોબ્લેમ જેવા કે માતાપિતાના ઝગડા, તણાવ, ઊંઘમાં ડરામણાં સપના, ચાઈલ્ડ એબ્યુઝ જેવી ઘટનાઓથી પણ બેડ વેટિંગ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી, બોડી ચેકઅપ, જરૂરી રિપોર્ટ અને એક્સરે કરાવી લેવાથી સમયસર નિદાન કરવું શક્ય બને છે. આ ઉપરાંત રાત્રીના સમયે સુતા પહેલા ઓછા પ્રમાણમાં પાણી પીવું કે અન્ય પ્રવાહી સીમિત માત્રામાં લેવું એ વધુ હિતાવહ ગણાય છે. જોકે આવામાં બાળકોમાં લઘુતાગ્રંથિ ન પેસી જાય તેનું ધ્યાન પણ માતાપિતા રાખે તે જરૂરી છે.

Published On - 10:25 am, Fri, 18 September 20