ભૂખ્યા પેટે લસણ ખાવાના ફાયદા જાણશો તો લસણથી દૂર ભાગવાનું છોડી દેશો

|

Oct 07, 2020 | 6:21 PM

વર્ષોથી લોકો રોજ દૈનિક આહારમાં લસણનો ઉપયોગ કરતા આવ્યા છે. કારણ કે લસણથી ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. લસણનું સેવન ખૂબ લાભકારી હોય છે. પણ કેટલાક લોકોને લસણ એટલે પણ પસંદ નથી હોતી કારણ કે તે ખાવાથી મોંઢામાંથી વાસ આવે છે. તેવામાં તમે લસણને પકાવીને પણ ખાઈ શકો છો. ખાસ કરીને ખાલી પેટે લસણ ખાવાથી […]

ભૂખ્યા પેટે લસણ ખાવાના ફાયદા જાણશો તો લસણથી દૂર ભાગવાનું છોડી દેશો

Follow us on

વર્ષોથી લોકો રોજ દૈનિક આહારમાં લસણનો ઉપયોગ કરતા આવ્યા છે. કારણ કે લસણથી ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. લસણનું સેવન ખૂબ લાભકારી હોય છે. પણ કેટલાક લોકોને લસણ એટલે પણ પસંદ નથી હોતી કારણ કે તે ખાવાથી મોંઢામાંથી વાસ આવે છે. તેવામાં તમે લસણને પકાવીને પણ ખાઈ શકો છો. ખાસ કરીને ખાલી પેટે લસણ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે જે આજે અમે તમને જણાવીશું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

1. જમતાં પહેલા થોડા લસણ ખાવાથી પેટમાં જીવાણુ અને ઝેરીલા પદાર્થ દૂર થાય છે. લસણમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બાયોટિક છે જેથી પેટમાં તે કુદરતી ફિલ્ટરનું કામ કરે છે. તેનાથી દાંતના દુઃખાવામાં પણ રાહત મળે છે.


2. સવાર સવારમાં લસણ ખાવાથી હૃદયની બીમારીઓ સામે રક્ષણ મળે છે. હાઈ બ્લડ પ્રેશર પર કાબુ મેળવી શકાય છે. શરદી અને અસ્થમા જેવી શ્વાસોશ્વાસની બીજી તકલીફો સામે પણ રક્ષણ મળે છે.
3. બ્લડ સર્ક્યુલેશનમાં મોટો ફાયદો થાય છે. લસણ ભૂખ અને પાચનપ્રક્રિયામાં મદદ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ખાલી પેટે લસણ ખાવાનો ફાયદો :

સામગ્રી :
12 લસણની કળીઓ
1 કપ મધ
કાચની બરણી

લસણની કળીઓને મેશ કરી લો. બરણીમાં મધ ભરો. હવે તેમાં લસણ મિક્ષ કરો. પછી આ બરણીને બંધ કરીને અંધારી જગ્યા પર મૂકી દો. ત્યારબાદ રોજ આ પેસ્ટને એક ચમચી ભૂખ્યા પેટે ખાવાથી ચમત્કારિક ફાયદા થશે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Published On - 11:06 am, Fri, 18 September 20

Next Article