Health Tips: સ્વાસ્થ્ય અને ત્વચા માટે દહીં છે બેહદ ફાયદાકારક, ઉનાળામાં દહીંનો કરો આ રીતે ઉપયોગ

|

Mar 10, 2021 | 12:18 PM

Health Tips: ઉનાળાની ઋતુ શરૂ થઇ છે. ઉનાળાની ઋતુમાં દહીંને (Curd) ડાયટમાં સામેલ કરવું જોઈએ જે સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંને માટે ફાયદાકારક છે. દહીંમાં રહેલા પ્રોટીન, કેલ્શિયમ, રાઇબોફ્લેવિન, વિટામિન બી 6 અને વિટામિન બી 12 જેવા પોષક તત્વ સ્વાસ્થ્યને ફાયદો થાય છે.

Health Tips: સ્વાસ્થ્ય અને ત્વચા માટે દહીં છે બેહદ ફાયદાકારક, ઉનાળામાં દહીંનો કરો આ રીતે ઉપયોગ
Curd Side Effects

Follow us on

Health Tips: ઉનાળાની ઋતુ શરૂ થઇ છે. ઉનાળાની ઋતુમાં દહીંને (Curd) ડાયટમાં સામેલ કરવું જોઈએ જે સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંને માટે ફાયદાકારક છે. દહીંમાં રહેલા પ્રોટીન, કેલ્શિયમ, રાઇબોફ્લેવિન, વિટામિન બી 6 અને વિટામિન બી 12 જેવા પોષક તત્વ સ્વાસ્થ્યને ફાયદો કરે છે.

જો તમે સુંદરતા વિશે વાત કરો છો તો ચહેરા પર દહીંનો ઉપયોગ કરવાથી સનબર્ન, ટેનિંગ, ખીલ, દાગ-ધબ્બા દૂર થાય છે અને શુષ્ક ત્વચા અને કરચલીઓ પણ દૂર થાય છે. દહીં ઠંડુ હોય છે, જેના કારણે તે ગેસ અને અપચો જેવી સમસ્યાઓથી રાહત આપે છે. તેમજ પાચનમાં સુધારો કરે છે. મોંના ચાંદાને દૂર કરે છે. પેટની ગરમી ઘટાડે છે. વજન ઘટાડે છે અને ઇમ્યુનીટી વધારે છે.

આવો જાણીએ દહીંના ફાયદા

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ચહેરાના ખીલના ફોલ્લીઓ દૂર કરવા માટે એક ચમચી દહીંમાં અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરો. આ પેસ્ટને તમારા ચહેરા પર 15 મિનિટ માટે રહેવા દો. હવે તમારા ચહેરાને શુધ્ધ પાણીથી ધોઈ લો.

અકાળ કરચલીઓ ઘટાડવા માટે બે ચમચી દહીંમાં એક ચમચી ઓટ્સ ઉમેરો. બંનેને 10 મિનિટ માટે પલાળી રાખો. હવે બંનેને એક સાથે મિક્સ કરી પેસ્ટ બનાવો. 15 મિનિટ સુધી ચહેરાની માલિશ કરો અને ત્યારબાદ ચહેરાને સાફ પાણીથી ધોઈ લો.

જો તમારી ત્વચા શુષ્ક છે. તો ચાર ચમચી દહીંમાં એક ચમચી મધ મિક્ષ કરીને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને ફેસ પેક તરીકે લગાવો. લગભગ 20 મિનિટ પછી સાફ પાણીથી ચહેરો ધોઈ લો.

ટેનિંગને ખતમ કરવા માટે બે ચમચી દહીંમાં બે ચપટી હળદર ઉમેરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. તેને 20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ સાફ પાણીથી ચહેરો ધોઈ લો.

જો તમે દરરોજ દહીંનું સેવન કરો છો તો પછી શરીરને નુકસાન કરનારા બેક્ટેરિયા નાબૂદ થાય છે. બેક્ટેરિયાના દૂર થવાને કારણે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે.

જો તમે દરરોજ દહીંનું સેવન કરો છો તો તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ બની શકશે નહીં. આ સિવાય તે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે.

દહીં ખાવું પેટ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. દહીં તમારા પાચનને યોગ્ય રાખવામાં મદદગાર છે. ગેસ અને અપચો જેવી સમસ્યાઓથી પણ રાહત આપે છે.
દહીં ખાવાથી શરીરનું વજન ઓછું કરવામાં ઘણી મદદ મળે છે. તેનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગશે નહીં જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

દહીંનું સેવન કરવાથી હાડકામાં દુખાવો ઓછો થાય છે અને તમારા હાડકાં પણ મજબૂત બને છે. ખરેખર, દહીંમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને વિટામિન ડી જેવા પોષક તત્વો હોય છે જે હાડકાના ખનિજ ઘનતાને વધારવાનું કામ કરે છે અને હાડકાંને મજબૂત બનાવે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article