Health Tips: શાકાહારી ભોજનથી હૃદય સંબંધિત બીમારીઓથી રહી શકાય છે દૂર: અભ્યાસ

|

Jun 07, 2021 | 8:41 PM

Health Tips: તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે હૃદયની બીમારીઓ દૂર રાખવા માટે વેજિટેરિયન (vegetarian) ચીજવસ્તુઓનું ખૂબ જ મહત્વ છે.

Health Tips: શાકાહારી ભોજનથી હૃદય સંબંધિત બીમારીઓથી રહી શકાય છે દૂર: અભ્યાસ

Follow us on

Health Tips: તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે હૃદયની બીમારીઓ દૂર રાખવા માટે વેજિટેરિયન (vegetarian) ચીજવસ્તુઓનું ખૂબ જ મહત્વ છે. હેલ્ધી રહેવા માટે વેજિટેરિયન ફૂડ ખાવું ખૂબ જરૂરી છે. જો તમે વેજિટેરિયન છો તો આ અભ્યાસના તારણો તમારા માટે ખૂબ સારા છે અને મોટી રાહત આપી શકે છે.

 

વેજિટેરિયન ભોજનથી હૃદય(heart) સંબંધિત બીમારીઓનો ખતરો ખૂબ જ ઘટી જાય છે. ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના 44,500 લોકોને આવરી લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નોન વેજિટેરિયન ભોજન છોડીને જો તમે વેજિટેરિયન ભોજન તરફ વળશો તો હૃદય માટે વધુ યોગ્ય રહેશે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે નોન-વેજિટેરિયન લોકોની સરખામણીમાં વેજિટેરિયન લોકોમાં મોતનો ખતરો અને હાર્ટની બીમારીનો ખતરો 22 ટકા ઘટી જાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

કોલેસ્ટ્રોલનું પ્રમાણ, બ્લડપ્રેશર અને વજનમાં અંતર કોઈપણ વ્યક્તિના સારા આરોગ્યની તકોને વધારી દે છે. અમેરિકી જનરલ ક્લિનિકલ ન્યુટ્રિશયનના અભ્યાસના તારણો પ્રકાશિત કરવામાં આવ્યા છે. પશ્ચિમી દેશોમાં હાર્ટ એટેકને મોટા ખતરા તરીકે ગણવામાં આવે છે. બ્રિટનમાં વસતા 94 હજાર લોકોના મોત આ બીમારીના લીધે થાય છે. જ્યારે 26 લાખ લોકો બિમારી સાથે જીવી રહ્યા છે. નોનવેજને વધારે પ્રાથમિકતા આપતા લોકો માટે આ ખુબ ઉપયોગી બાબત હોઈ શકે છે.

 

શાકાહારી ભોજન અન્ય કેટલીક રીતે પણ માંસાહારી ભોજનની તુલનામાં નુકસાનકારક છે. હાલમાં ભાગદોડની લાઈફમાં ભોજનની બાબત અનિયમિત બની રહી છે, ત્યારે આ અભ્યાસનું તારણ ઉપયોગી છે. નોનવેજ ભોજન કરતા વેજિટેરિયન ડાયેટમાં પોષકતત્વો વધારે માત્રામાં જોવા મળે છે. નોનવેજ ભોજનની જેમ જ ફળો, શાકભાજી, સલાડની જેમ શાકાહારી ભોજનમાં પણ પૂરતા પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ મળતા શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે.

 

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.)

Next Article