Health Tips: છાતીમાં જામેલા હઠીલા કફને દૂર કરવા અપનાવી જુઓ આ ઘરેલુ ઈલાજ

|

May 15, 2021 | 4:19 PM

Health Tips: શરદી ખાંસી હાલના સમયમાં કોઈપણ વ્યક્તિને ચિંતા માં મુકવા માટે પૂરતું છે. જેના કારણે કફની સમસ્યા પણ જોવા મળે છે. બદલાતા મોસમમાં પણ ઘણીવાર છાતી અને ગળામાં કફ જામી જાય છે.

Health Tips: છાતીમાં જામેલા હઠીલા કફને દૂર કરવા અપનાવી જુઓ આ ઘરેલુ ઈલાજ
Health Tips

Follow us on

Health Tips: શરદી ખાંસી હાલના સમયમાં કોઈપણ વ્યક્તિને ચિંતા માં મુકવા માટે પૂરતું છે. જેના કારણે કફની સમસ્યા પણ જોવા મળે છે. બદલાતા મોસમમાં પણ ઘણીવાર છાતી અને ગળામાં કફ જામી જાય છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. જો લોકોને લાંબા સમય સુધી છાતીમાં કફ જમા રહે છે. તો તેના કારણે ફેફસાંમાં સંક્રમણ અને સોજાની શરૂઆત થઈ શકે છે. તેવામાં આવો જાણીએ કફ થી છુટકારો મેળવવાના ઉપાયો.

સ્ટીમ લો :
કફને દૂર કરવા માટે સ્ટીમ લેવું સૌથી સારો વિકલ્પ છે. તેની ગરમીથી ગળાની ખરાશ દૂર થાય છે. તેમજ તે ગળા અને નાકના રસ્તાથી શરીરમાં પ્રવેશ કરે છે. તો તે કફને દૂર કરવામાં મદદ કરે છે. આ સમયમાં આમ પણ એક્સપર્ટ બેથી ત્રણવાર સ્ટીમ લેવાની સલાહ આપે છે.

કાળી મરી
છાતીમાં જામેલા કફને દૂર કરવા માટે કાળી મરીનું સેવન પણ લાભકારી સાબિત થઇ શકે છે.તેવામાં ગળામાં ખરાશ અને શરદી ખાસીની પરેશાની પણ દૂર થઇ શકે છે. તમે કાળી મરીને એક ચમચી મધમાં વાટીને લો. કાળી મરીથી બનેલો ઉકાળો નું સેવન પણ તમે કરી શકો છો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગાર્ગલ કરો
કફ થવા પર મીઠુ પાણીમાં નાખીને કોગળા કરવાથી તે અસરદાર સાબિત થઇ શકે છે. હૂંફાળા પાણીમાં મીઠું નાખેલા પાણીથી કોગળા કરો. તેનાથી ગળાનો દુખાવા દૂર કરી શકાય છે સાથે જ તે કફને દૂર કરવામાં પણ મદદ કરે છે.

આદુ
આદુ માં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે. જે નાકના પેસેજ ને ક્લિયર કરે છે. તેમાં રહેલા તત્વ શરીરને બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં મદદ કરે છે. આદુને વાટીને તેમાં લીંબુના રસમાં ભેળવીને તેનું સેવન કરો. આ ઉપરાંત અમે આદુવાળી ચા પણ પી શકો છો.

ફુદીનાનું તેલ
હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે ફુદીનાના તેલને ને છાતી પર લગાવવાથી કફને પ્રાકૃતિક રૂપથી દૂર કરવામાં મદદ મળશે.ગરમ પાણીમાં ફુદીનાના પાન નાખીને સ્ટીમ પણ લઈ શકો છો.

Published On - 4:13 pm, Sat, 15 May 21

Next Article