Health Tips: છાતીમાં બળતરા અને એસીડીટીથી છૂટકારો મેળવવા અપનાવો આ ઉપાય

|

May 24, 2021 | 1:57 PM

ખાવાની ખરાબ આદત અને વધુ મસાલેદાર ખાવાના શોખીન લોકોમાં એસીડીટી એક સામાન્ય વાત છે.

Health Tips: છાતીમાં બળતરા અને એસીડીટીથી છૂટકારો મેળવવા અપનાવો આ ઉપાય
File Photo

Follow us on

ખાવાની ખરાબ આદત અને વધુ મસાલેદાર ખાવાના શોખીન લોકોમાં એસીડીટી એક સામાન્ય વાત છે. એ દરેક વ્યક્તિ કે જે પેટમાં ખટાશ, છાતીમાં બળતરા, દર્દ અને વારંવાર પેટ ખરાબ થવાની સમસ્યાથી ત્રાસેલા છે, તેઓ ઝડપથી આરામ મેળવવા માટે એન્ટાસિડ ઉપર નિર્ભર રહે છે.

એન્ટાસિડથી તમને એક કલાકમાં જ આરામ મળી જશે. પરંતુ તેના સાઇડ ઇફેક્ટ પણ છે, જે તમારા પાચનતંત્રને લાંબા સમય સુધી પ્રભાવિત કરે છે. જો તમે પોતાની લાઈફ સ્ટાઈલમાં આ ફેરફાર લાવો તો તમે વારંવાર થતી એસીડીટી અને છાતીની બળતરાની સમસ્યા થી છુટકારો મેળવી શકો છો.

સ્વાસ્થ્યપ્રદ ભોજન
જો તમને વારંવાર એસિડિટીની સમસ્યા સતાવી રહી હોય તો કેટલાક ખાદ્ય પદાર્થો છે જેને તમારે તમારા ભોજનમાંથી હટાવવા પડશે. જેમ કે સમોસા, બર્ગર, ચિપ્સ અને ડેઝર્ટ મીઠાઈઓ જેવી કે ચોકલેટ, ડોનટ, વગેરે એસીડીટીનું મુખ્ય કારણ છે. એસીડીટી રહેતી હોય તો તમારે ખાટા ફળો જેવા કે ઓરેન્જ, લીંબૂ વગેરેનુ સેવન પણ ન કરવું જોઈએ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભોજનની રીત બદલો
તમે શું ખાઓ છો તેની સાથે તમે કેટલું ખાવો છો તે પણ મહત્વપૂર્ણ છે. તમારા ભોજનની માત્રા તમારા પાચનતંત્રને પ્રભાવિત કરે છે. જે લોકોને બે ભોજનની વચ્ચે વધુ અંતર હોય તેમને ઓવર ઇટિંગની આદત હોય છે. ઓવર ઈટિંગથી પાચનતંત્ર પર વધુ દબાણ પડે છે જેનાથી વધુ એસિડ બને છે. તેને બદલે તમે થોડા થોડા અંતરથી ત્રણ કે ચાર વાર ભોજન લો.

જે મહિલાઓ મેદસ્વી હોય છે તેમને પાતળી મહિલાઓની સરખામણીમાં એસીડીટીના વધુ લક્ષણ જોવા મળે છે. ચા-કોફીના કેફીન વાળા પદાર્થો પણ એસીડીટીનું કારણ બને છે. જો કે કોફી અને કેફીનથી ગેસ્ટ્રીક એચપીમાં પરિવર્તન થાય છે. તેનું કોઇ પ્રમાણ નથી પણ એસિડિટી વાળાને પદાર્થો ન લેવા આપેલી સલાહ આપવામાં આવે છે. કારણ કે કેટલાક વ્યક્તિ ઉપર તેની અસર થઈ શકે છે તો કેટલાકમાં નહીં.

ધીરે ખાઓ

જે લોકો ભોજનમાં 30 મિનિટ લે છે તેમાં એસિડ રીફલેક્સ 8.5 વાર થાય છે. જ્યારે જે લોકો પાંચ મિનિટમાં જ ભોજન જમી લે છે તેમનામાં 12.5 વાર થાય છે. સંશોધકોના કહેવા પ્રમાણે ઓવર ઈટિંગથી પેટમાં ભોજનની માત્રા વધુ એકત્રિત થઈ જાય છે. જે વધુ એસિડ પેદા થવાનું કારણ બને છે.

ભોજન લઈને તરત સૂઈ ન જાઓ

મોટાભાગે તમે જો મોડા ભોજન લેતા હો તો તમે થાકેલા હોઈ શકો છો અને એક કલાકની અંદર જ તમે ભોજન લઈને સૂઈ જાઓ છો, તો આ આદતને બદલવી જોઇએ. જ્યારે તમે સુઈ જાઓ છો ત્યારે તમારા શરીરની બધી ક્રિયા ધીમી પડી જાય છે. જેનાથી એસિડિટી જેવી સમસ્યાઓ પેદા થઈ જાય છે. એટલા માટે સુતા પહેલા ઓછામાં ઓછા બે ત્રણ કલાક પહેલા ભોજન લઈ લેવું જોઈએ.

Next Article