Health Tips ગિલોયનો વધારે પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે

|

Jul 04, 2021 | 4:00 PM

Health News : વધારો પડતો ગિલોયનો (Giloy) ઉપયોગ સ્વાસ્થય માટે હાનિકારક સાબિત થઇ શકે છે, વધારે પડતા ગિલોયના ઉપયોગના કારણે થઇ શકે છે લિવરને નુકસાન.

Health Tips ગિલોયનો વધારે પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે
સાંકેતિક તસ્વીર

Follow us on

Health News : કોરોનાકાળમાં  લોકો સંક્રમણથી બચવા માટે જડી બુટ્ટીઓ અને ઉકાળાનો ઉપયોગ કરતા રહે છે.જેનાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે. એક્સપર્ટ પ્રમણે જડી બુટ્ટીઓનો ઉપયોગ કરવાથી ગંભીર નુકસાન પણ થઇ શકે છે. મુંબઇના ડોક્ટરને જાણવા મળ્યુ કે સપ્ટેમ્બર 2020થી ડિસેમ્બર વચ્ચે ઓછામાં ઓછા છ લોકો સામે આવ્યા છે જેમના લીવરને નુકસાન થયુ હતું . આ તમામ દર્દીઓ હૉસ્પિટલમાં સુસ્તીની ફરિયાદ સાથે આવ્યા હતા. ત્યારબાદ ડૉક્ટરને જાણવા મળ્યુ કે દરેક વ્યક્તિ હર્બ ટિનોસ્પોરા કાર્ડિફોલિયા એટલે કે ગિલોયનું સેવન કરી રહ્યા હતા.

 

હેપેટોલોજિસ્ટ ડૉક્ટર આભા નગરાલ અનુસાર 62 વર્ષની મહિલા પેટથી જોડાયેલી સમસ્યાની ફરિયાદ લઇને હૉસ્પિટલ પહોંચી હતી. મહિલાના પેટમાં લિક્વિડ એકત્ર થઇ ગયુ હતુ જે લીવર ફેલ થવાનું કારણ હોઇ શકે છે. ચાર મહિના બાદ એ મહિલાનુ મૃત્યુ થઇ ગયુ, ડૉ આભા પ્રમાણે અમને બાયોપ્સી રિપોર્ટમાં જાણવા મળ્યુ કે મહિલાએ ગિલોયનો ઉકાળો પીધો હતો. તેમનો આ રિપોર્ટ સ્ટડી જર્નલ ઑફ ક્લિનિકલ એન્ડ એક્સપરિમેન્ટલ હેપોટોલોજીમાં પબ્લિશ થઇ ચૂક્યો છે. આ સ્ટડીને ઇન્ડિયન નેશનલ એસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ ધ લીવરે પબ્લિશ કર્યો છે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

 

ગિલોય સાથે જોડાયેલા લિવરના નુકસાનના મામલા આવ્યા સામે 

લિવર ટ્રાંસપ્લાંટ સર્જન ડૉક્ટર એ.એસ સોઇન જેમનો આ અભ્યાસ સાથે કોઇ લેવાદેવા નથી.તેમણે કહ્યુ કે ગિલોય સાથે જોડાયેલા લિવરના નુકસાનના પાંચ મામલા સામે આવ્યા છે. જેમાં એક દર્દીનું મૃત્યુ પણ થઇ ચૂક્યુ છે. કોરોનાકાળમાં કેટલાક લોકો ગિલોયનો (Giloy) ઉપયોગ ઇમ્યુનિટિ વધારવા માટે કરે છે. તે શરીરમાં એન્ટી ઓક્સીડેંટ તરીકે કામ કરે છે. આ કારણે કેટલાક લોકોને લિવર ટોક્સિલિટીનો સામનો કરવો પડે છે. તેમણે જણાવ્યુ કે કેટલાક દર્દીઓ એવા પણ છે જેમણે ગિલોયનું સેવન કરવાનું છોડી દીધુ અને થોડાક મહિનાઓમાં સાજા થઇ ગયા. આયુષ મંત્રાલયે કોરોના મહામારીમાં ગિલોયને વૈકલ્પિક દવાઓમાં સામેલ કરી હતી કારણ કે તે શરીરમાં ઇમ્યુનિટી બુસ્ટર તરીકે કામ કરે છે.

Next Article