Health Tips : શું તમારું નવજાત બાળક અન્ડરવેઇટ છે? તો અપનાવો આ ઉપાય

|

May 29, 2021 | 4:35 PM

Health Tips : આધુનિક સમયમાં મોટાભાગની વાલીઓને ચિંતા રહે છે કે તમામ પ્રકારની કાળજી રાખવામાં આવતી હોવા છતાં તેમના નવજાત શિશુનું(Newborn baby) વજન(weight) કેમ વધતું નથી

Health Tips : શું તમારું નવજાત બાળક અન્ડરવેઇટ છે? તો અપનાવો આ ઉપાય
નવજાત બાળક

Follow us on

Health Tips : આધુનિક સમયમાં મોટાભાગની વાલીઓને ચિંતા રહે છે કે તમામ પ્રકારની કાળજી રાખવામાં આવતી હોવા છતાં તેમના નવજાત શિશુનું(Newborn baby) વજન(weight) કેમ વધતું નથી. શિશુનાં ઓછા વજનને લઈને માતાઓ ચિંતાતુર રહે છે. તેવી સ્થિતિમાં શિશુને માત્ર ખાવા-પીવાની સાથે જોડી દેવામાં આવે છે. પરંતુ વજન ન વધવા માટેના અન્ય કેટલાક કારણો પણ હોય છે.

શિશુના શરીરમાં થતાં આ ફેરફારથી પણ આ અંગે માહિતી મેળવી શકાય છે. શિશુ પૂરતા પ્રમાણ માં ઊંઘ લે છે, તે વધારે રડે છે કે કેમ તેવી બાબત પણ ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે.

શિશુની ડાયટમાં એવી ચીજો સામેલ કરવી જોઈએ કે જે વિટામિન(vitamins) અને મિનરલ્સની(minerals) કમી પૂરી કરે છે. ડાયટમાં ફેટ, પ્રોટીન અને વિટામિનનું સંતુલન જરૂરી છે. ડાયટમાં કઈ ચીજો હોવી જોઈએ એવા માતાઓના પ્રશ્નના જવાબમાં તબીબો કહે છે કે ડાયટમાં દાળ, કેળા અને પીનટ બટરનો સમાવેશ કરો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

દાળમાં પ્રોટીન ખૂબ વધારે હોય છે. નાના બાળકોને દાળનું પાણી ચોક્કસપણે આપવું જોઈએ. જે શરીરમાં પાણી અને વિટામિનની કમીને પૂર્ણ કરે છે. કેળાની વાત કરવામાં આવે તો તે પણ ઉપયોગી છે. કેળાની એનર્જીના મજબૂત સોર્સ તરીકે ગણવામાં આવે છે. દૂધમાં મિક્ષ કરીને તેને બાળકોને આપવાથી નવજાત શિશુ અને બાળકોના વજનમાં વધારો થાય છે. સાથે સાથે તેમાં જરૂરી પ્રમાણમાં વિટામિન અને આયર્ન પણ હોય છે.

જો શિશુ છ મહિના અથવા તો તેનાથી નાની વયના છે તો તેને દર બે કલાકમાં સ્તનપાનની જરૂર હોય છે. જો બાળક મોટું છે તો તેને દાળ, ખીચડી, ફળ અને બિસ્કીટ આપી શકાય છે. તેને આવી ચીજો દર દોઢ કલાકમાં આપવામાં આવે તે જરૂરી છે. જો બાળક સમયસર જમે છે અને રમે છે તો પણ તેનું વજન ઘટતું નથી તો તેનો અર્થ તેના પેટમાં કીડા હોઈ શકે છે. પેટમાં કીડા થઈ જવાની સ્થિતિમાં કેટલાક કિસ્સામાં બાળકનું વજન વધી શકતું નથી.

એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આશરે 10 લાખ ભારતીય નવજાત શિશુ દર વર્ષે જીવનના પહેલા ચાર સપ્તાહમાં મૃત્યુ પામે છે.આ પૈકી 1 લાખ 99 હજાર જેટલા નવજાત શિશુના મોત બૅક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે થાય છે.

Next Article