Health Tips: લાંબા સમય સુધી એકલતાનો અનુભવ કરો છો તો જન્મ લઇ શકે છે ગંભીર સમસ્યા

|

Feb 11, 2021 | 12:39 PM

આપણે ઘણીવાર આપણી જિંદગીમાં એકલતા (LONELY) મહેસૂસ કરતા હોય છે. આપણી આજુબાજુ બધા હોવા છતાં હંમેશા કંઈક ખૂટતું હોય તેવું લાગે છે.

Health Tips: લાંબા સમય સુધી એકલતાનો અનુભવ કરો છો તો જન્મ લઇ શકે છે ગંભીર સમસ્યા
લાંબા સમય સુધી એકલતા મહેસુસ કરવાથી થાય છે ગંભીર બીમારી

Follow us on

આપણે ઘણીવાર આપણી જિંદગીમાં એકલતા(LONELY) મહેસૂસ કરતા હોય છે. આપણી આજુબાજુ બધા હોવા છતાં હંમેશા કંઈક ખૂટતું હોય તેવું લાગે છે. પરંતુ શું તમને ખબર છે લાંબા સમય સુધી એકલતા મહેસુસ કરવાથી ગંભીર બીમારીનો શિકાર બની જવાઈ છે. લાંબા સમય સુધી એકલતા મહેસુસ કરવાથી તણાવ, ડિપ્રેશન, ગભરાહટ, કમજોર અને રોગ પ્રતિરોધક કેવી સમસ્યાનો ભોગ બનતા હોય છે. તેથી એકલતાને દૂર કરવું બેહદ જરૂરી છે. આવો જાણીએ એના વિષે.

જે લોકો એકલતા મહેસુસ કરતા હોય તો તેનું કારણ જાણો અને તેને દૂર કરવાની કોશિશ કરો. જો તમે કારણ જાણીને એકલાપણુને દૂર કરો. જિંદગીમાં આગળ વધવા માટે નવા વિકલ્પો પર વિચાર કરો.
જે લૂક બહુ જ એકલતા મહેસુસ કરતા હોય તો પરિવાર અને મિત્રો સાથે વધુમાં વધુ સમય વિતાવો. જયારે તમારી આજુબાજુમાં કોઈ ના હોય તો તમે કામને ખુદમાં વ્યસ્ત રહો.

જો કોઈ પણ કામમાં મન ના લાગે તો પછી ગ્રુપમાં થઈ શકે તેવી પ્રવૃત્તિઓ શોધો. જો કોઈને સંગીત, નૃત્ય, ફોટોગ્રાફી વગેરેનો શોખ હોય તો તે સંબંધિત વર્કશોપ, હોબી વર્ગોમાં જોડાઓ. ઘણી ભાષાઓ શીખો. કોઈપણ ક્લબ, સંસ્થા સાથે જોડાઓ.આ પ્રવૃત્તિમાં નવા લોકોને મળવાની તક મળશે. કદાચ તેમાંથી કેટલાક ભવિષ્યમાં તમારા સારા મિત્રો બનશે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

જયારે તમે એકલતા મહેસુસ કરતા હોય ત્યારે દરરોજ કંઈક નવું વાંચવાની ટેવ પાડો. જેમાં મનપસંદ પુસ્તકો, સમાચાર પત્રો, પ્રેરણાત્મક વાર્તાઓ વાંચો. જેનાથી દેશ-વિશ્વ જોડાયેલા લાગે છે. મન નવી જગ્યા પર લાગવાથી એકલતા મહેસુસ નહીં થાય.

દરેક વ્યક્તિના જીવનમાં કેટલાક લોકો એવા હોય છે જેમની હાજરી તેમને સકારાત્મકતાથી ભરે છે. તમારી આસપાસના આવા લોકોનું લિસ્ટ બનાવો અને જ્યારે તમે એકલતા અનુભવો ત્યારે તેમની સાથે વાત કરો.

એકલતા મહેસૂસ કરવાને બદલે રોજથોડો સમય ફિટનેસ માટે કાઢો. નિયમિત કસરત કરવાથી ફીલ ગુડ હોર્મોન્સ સેરોટિન અને એન્ડોફીનનું પ્રમાણ વધે છે. જેનાથી મૂળ સારો રહે છે. એકલતા દૂર કરવામાં સંગીત બેહદ મદદગાર છે.

Next Article