Health Tips : આખો દિવસ એનર્જેટિક રહેવા માટે સવારનો નાસ્તો અત્યંત જરૂરી

|

Jun 03, 2021 | 4:09 PM

Health Tips : હાલના સમયમાં દરેક વ્યક્તિ ફિટ અને એનર્જેટિક રહેવા માગે છે. પણ તે માટે જરૂરી છે સમય. આખો દિવસ એનર્જેટિક રહેવા માટે સવારનો નાસ્તો (Breakfast) અત્યંત જરૂરી છે.

Health Tips : આખો દિવસ એનર્જેટિક રહેવા માટે સવારનો નાસ્તો અત્યંત જરૂરી
સવારનો નાસ્તો અત્યંત જરૂરી છે

Follow us on

Health Tips : હાલના સમયમાં દરેક વ્યક્તિ ફિટ અને એનર્જેટિક રહેવા માગે છે, પણ તે માટે જરૂરી છે સમય. આખો દિવસ એનર્જેટિક રહેવા માટે સવારનો નાસ્તો (Breakfast) અત્યંત જરૂરી છે. આજની ભાગદોડ વાળી લાઈફમાં સમય કોઈની પાસે નથી હોતો. ટેક્સાસમાં હાલમાં કરવામાં આવેલા અભ્યાસમાં સામે આવ્યું છે કે જો શરીરમાં બે ટકા પણ પાણીની કમી થાય તો તે સ્થિતિમાં પણ શરીરમાં એનર્જી લેવલ ઓછું થઈ જાય છે.

ડીહાઇડ્રેશનને કારણે બ્લડ વોલ્યુમ ઘટી જાય છે, જેના કારણે લોહી જાડું થાય છે. પરિણામે હૃદય ઓછા અસરકારક રીતે કામ કરે છે. જેથી ઓક્સિજન અને પોષક તત્વો તમારા મસલ્સ (Muscles) અને ઓર્ગન સુધી ઓછા પહોંચે છે. તેના માટે રહી રહીને પણ પાણી પીતા રહેવાની જરૂર હોય છે.

નિષ્ણાતો કહે છે કે સવારે ઉઠી ગયા બાદ વધારે સમય સુધી ભૂખ્યા રહેવાની બાબત યોગ્ય નથી. બ્રેકફાસ્ટ કરવાથી મેટાબોલિઝમ (Metabolism) યોગ્ય રીતે જળવાતું નથી. જો તમે બ્રેકફાસ્ટમાં પૌષ્ટિક ભોજન લઇ રહ્યા છે તો દિવસ દરમ્યાન સારું મહેસુસ કરો છો. સવારના સમયે ભૂખ્યા રહેવાથી માથું ચકરાવે ચડે છે. તેના કારણે ખૂબ જ થાક લાગે છે. જેથી સવારના સમયે બ્રેકફાસ્ટ (Breakfast) ભૂલ્યા વગર લેવો જોઈએ. જેથી તમારા શરીરમાં એનર્જી લેવલ જળવાઈ રહે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

જંકફૂડથી દુરી રાખવામાં આવે તે પણ જરૂરી છે. જંકફૂડ ખાવાથી શરીરને કોઈ એનર્જી મળતી નથી. આ માત્ર સ્વાદ વધારે છે. જે ખાવાથી બ્લડ શુગર વધી જાય છે, જેના કારણે વધારે થાક લાગે છે. તમને ભોજનમાં પ્રોટીન એટલે વિટામિન્સનો ઉપયોગ કરવાની સલાહ મોટાભાગના લોકો આપે છે. 24 કલાક એનર્જેટિક રહેવા માટે કેટલી ખરાબ ટેવ છોડી દેવાની જરૂર છે.

એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે નિયમિત કસરત કરવી પણ જરૂરી છે. કસરત શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે. તે કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે. કસરત કરવાથી શરીરમાં ટોક્સિન ફોર્મેશનની ગતિ ધીમી થાય છે.

શરીરને ફિટ અને હેલ્ધી રાખવા માટે એરોબિક, સાયકલિંગ અને બેલી ડાંસ હવે ઉપયોગી બન્યા છે. દરરોજ જીમમાં જવા માટે આધુનિક સમયમાં લોકો પાસે સમય નથી, ત્યારે વોકિંગ કરવાથી ફાયદો થાય છે. દરરોજ ઓછામાં ઓછો 30 મિનિટ સુધી ચાલવું જોઈએ. જમ્યા પછી પાંચ મિનિટ સુધી વોકિંગ કરવાથી ફાયદો થાય છે.

એરોબિક્સથી પણ ટેન્શન ઓછું કરી શકાય છે. સાયકલિંગથી પણ બ્લડપ્રેશર કંટ્રોલ કરી શકાય છે. તે નિયમિત કરવાથી પગના મસલ્સ પણ મજબૂત બને છે.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.)

Next Article