Health Tips: મોઢામાં ચાંદા પડવાની તકલીફથી રહો છો પરેશાન? આ વિટામિનની શરીરમાં હોઈ શકે છે કમી

|

May 24, 2021 | 3:43 PM

વિટામિન્સ અને મીનરલ્સ એ જરૂરી તત્વ છે જે લોકોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વિટામિનના ઘણા પ્રકાર હોય છે જેમાંથી એક છે વિટામિન B-12.

Health Tips: મોઢામાં ચાંદા પડવાની તકલીફથી રહો છો પરેશાન? આ વિટામિનની શરીરમાં હોઈ શકે છે કમી
File Photo

Follow us on

વિટામીન્સ અને મીનરલ્સ એ જરૂરી તત્વ છે જે લોકોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વિટામિનના ઘણા પ્રકાર હોય છે જેમાંથી એક છે વિટામિન B-12. આ પોષક તત્ત્વ શરીરમાં ઓક્સિજન સપ્લાય કરવાવાળા લાલ રક્તકણોના ઉત્પાદન માટે ખૂબ જ જરૂરી છે.

વિટામિન B-12 ની કમીના લક્ષણો
નિષ્ણાતો માને છે કે વિટામિન બી 12ની કમીથી ઘણા લોકોને બીમારીઓનો સામનો કરવો પડે છે. તેવામાં તેના લક્ષણોને જાણવા પણ ખૂબ જરૂરી છે. જે લોકોને મોટાભાગે મોઢામાં ચાંદા પડવાની ફરિયાદ રહે છે, તેમનામાં વિટામિનની કમી હોઈ શકે છે.આ ઉપરાંત વિટામિન બી-12 ની કમીના લક્ષણો થાક, કબજિયાત, કમજોરી, હાથ પગમાં ઝણઝણાટી આવવી, કમર પીઠ દર્દ પણ હોઈ શકે છે.

કોને રહેલો છે વધારે ખતરો
એક અભ્યાસ પ્રમાણે માંસાહારી કરતા શાકાહારી લોકોમાં વિટામિન B-12 ની કમીની વધારે સંભાવના હોય છે. એનિમલ પ્રોડક્ટમાં આ વિટામીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે લોકો કડકાઇથી (Strictly) વેજિટેરિયન ડાઈટને ફોલો કરે છે. તેમનામાં વિટામિનની કમી જોવા મળે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ ઉપરાંત જે લોકો વધારે માત્રામાં આલ્કોહોલ પીએ છે અથવા તો એસિડિટીથી પરેશાન રહે છે, તેમનામાં પણ વિટામિન B-12 ની કમી જોવા મળે છે.

શા માટે ખતરનાક છે વિટામિન B-12 ની કમી
જાણકારો કહે છે કે જે લોકોમાં આ વિટામિનની કમી હોય છે તેમને એનિમિયા ગ્રસ્ત થવાની સંભાવના વધારે રહે છે. એટલુ જ નહીં તેમના હાડકાં પણ કમજોર થઈ શકે છે. ગર્ભવતી મહિલાઓની તબિયત ખરાબ થઈ શકે છે અને બાળકના માનસિક અને શારીરિક વિકાસ પર પણ ખરાબ અસર થઈ શકે છે.

કયા ખોરાક આ કમીને દૂર કરશે
જાણકારો કહે છે કે પ્રાકૃતિક રૂપથી આ વિટામિન ડેરી અને એનિમલ પ્રોડક્ટમાં વધારે જોવા મળે છે. વિટામિન B-12 નો સૌથી સારો સોર્સ ચિકન, માછલી, મટન અને ઈંડા હોય છે. જે લોકો શાકાહારી છે, તે પોતાની ડાયટમાં દૂધ અથવા પનીરને સામેલ કરી શકે છે. રોજ એક કપ દૂધ પીવાથી વિટામિન B-12 ની દૈનિક જરૂરિયાતનો 20 ટકા હિસ્સો શરીરમાં પહોંચી જાય છે.

Published On - 3:35 pm, Mon, 24 May 21

Next Article