Health Tips: કોરોના વાયરસથી સાજા થયા બાદ આવેલી કમજોરીને દૂર કરવા શરૂ કરો ખજૂરનું સેવન

|

May 15, 2021 | 3:41 PM

Health Tips: કોરોના વાયરસથી બચવા માટે તમારે સાફ સફાઈનું ધ્યાન રાખવાની જરૂર છે.આ ઉપરાંત તમારે તમારી ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂત રાખવાની જરૂર છે. અને તેના માટે તમારે નિયમિત રૂપથી ખજૂર ખાવા જોઈએ.

Health Tips: કોરોના વાયરસથી સાજા થયા બાદ આવેલી કમજોરીને દૂર કરવા શરૂ કરો ખજૂરનું સેવન
ખજૂરના ફાયદા

Follow us on

Health Tips: કોરોના વાયરસથી બચવા માટે તમારે સાફ સફાઈનું ધ્યાન રાખવાની જરૂર છે.આ ઉપરાંત તમારે તમારી ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂત રાખવાની જરૂર છે. અને તેના માટે તમારે નિયમિત રૂપથી ખજૂર ખાવા જોઈએ.

આવો જાણીએ ખજૂર ખાવાના ફાયદા :

કોરોનાવાયરસ થી બચવા માટે માસ્ક પહેરવું, વારંવાર સાબુથી હાથ ધોવા, સેનીટાઇઝર નો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે.તમારે સંક્રમિત વ્યક્તિ થી છ ફૂટનું અંતર બનાવી રાખવાની જરૂર છે. આ ઉપરાંત કોરોનાવાયરસ થી લડવા માટે તમારા શરીરને પણ મજબૂત રાખવું જરૂરી છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

લોકો ઇમ્યૂનિટીને વધારવા માટે જાતજાતના ઉપાયો કરે છે. શરીરને મજબૂત બનાવવા માટે તમારે રોજ નિયમિત રૂપથી ડ્રાયફ્રૂટ્સ ખાવાં જરૂરી છે. તમારા માટે ખજૂર ખૂબ જ ફાયદાકારક છે. ખજૂરમાં વિટામીન, આર્યન, કેલ્શિયમ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી,
એન્ટીબેક્ટેરિયલ અને ફાઇબર જેવા તત્વો જોવા મળે છે. જેનાથી તમારી ઇમ્યુનીટી મજબૂત થાય છે. અને શરીરમાં આવેલી કમજોરી દૂર થાય છે. જો તમે કોરોનાવાયરસ સંક્રમણથી સાજા થઇ રહ્યા હોવ તો રિકવરીના સમયે ડોકટર તમને ખજૂર ખાવાની સલાહ આપે છે.

આવો જાણીએ ખજૂર ખાવાના ફાયદા

1). નિયમિત રૂપથી ખજૂર ખાવાથી આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે.ખજૂરમાં કેલ્શિયમ, આયરન, વિટામિન, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડેન્ટ જેવા ગુણો જોવા મળે છે. જેનાથી શરીરને તાકાત મળે છે અને શરીરની ઇમ્યુનિટી વધે છે.

2).ખજૂર ખાવાથી નર્વસ સિસ્ટમ ખૂબ મજબૂત થાય છે. ખજૂરમસ જોવા મળતાં કેલ્શિયમ, આયરન અને બીજા વિટામિન ખૂબ જ વધારે માત્રામાં હોય છે. જેને ખાવાથી દિમાગ હેલ્ધી રહે છે. ખજૂરમાં આયર્ન સારા પ્રમાણમાં હોય છે. નિયમિત ખજૂર ખાવાથી શરીરમાં રેડ બ્લડ સેલ્સ વધે છે. જેનાથી લોહીની કમી દૂર થાય છે. ખજૂર ખાવાથી થાક પણ ઓછો લાગે છે.

3). હાઈ બ્લડ પ્રેશરવાળા લોકો એ ખજૂર ખાવું જોઈએ. તેનાથી શરીરમાં બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. સાથે જ હૃદય સંબંધિત બીમારીઓ પણ દૂર રહે છે.તેનાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થઇ જાય છે.

નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે. 

Next Article