Health: દરરોજ જરૂર પીઓ કિસમિસનું પાણી, તમારા શરીરને થશે અઢળક ફાયદા

|

Feb 26, 2021 | 1:27 PM

આપણા શરીરમાં ઘણા પ્રકારના પોષ્ટીક તત્વોની જરૂરત હોય છે. જો તમને જરૂર મુજબના પૌષ્ટિક તત્વ નથી મળતા તો તમેં ઘણી સમસ્યા થઇ શકે છે. ઘણા લોકો તેના દિવસની શરૂઆત ડ્રાયફ્રુટથી કરે છે. કિસમિસ (Raisins) પણ ડ્રાયફ્રૂટમાં આવે છે. ઘણા લોકોને કિસમિસ ઘણી પસંદ હોય છે.

Health: દરરોજ જરૂર પીઓ કિસમિસનું પાણી, તમારા શરીરને થશે અઢળક ફાયદા

Follow us on

આપણા શરીરમાં ઘણા પ્રકારના પોષ્ટીક તત્વોની જરૂરત હોય છે. જો તમને જરૂર મુજબના પૌષ્ટિક તત્વ નથી મળતા તો તમે ઘણી સમસ્યા થઇ શકે છે. ઘણા લોકો તેના દિવસની શરૂઆત ડ્રાયફ્રુટથી કરે છે. કિસમિસ (Raisins) પણ ડ્રાયફ્રૂટમાં આવે છે. ઘણા લોકોને કિસમિસ ઘણી પસંદ હોય છે.

કિસમિસ મીઠી હોય છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સારો છે. જો કે, તમે તેના ફાયદાઓ વિશે ઘણી વાર સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે કિસમિસના પાણીથી  (Raisins water) તમારા શરીરને ઘણા ફાયદા થાય છે.

કિસમિસમાં ઘણા પ્રકારના વિટામિન અને પોષક તત્વો હોય છે. જે તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યામાંથી છુટકારો આપવામાં મદદરૂપ થાય છે. જો તમે કિસમિસનો ઉપયોગ ફક્ત ડ્રાયફ્રુટ તરીકે કરો છો તો ના કરો. કિસમિસના પાણીનું પણ સેવન કરો. કિસમિસનું પાણી તમને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા પહોંચાડે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

તમારા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે કિસમિસનું પાણી
કિસમિસનું પાણી પીવાથી તમારા શરીરને ઘણા ફાયદા મળે છે. કિસમિસનું પાણી હૃદયના આરોગ્યને સુધારવામાં અને તમારી ઇમ્યુનીટી વધારવામાં ખૂબ મદદ કરે છે. કિસમિસના પાણીનો ઉપયોગ સદીઓથી આરોગ્ય અને લીવર જેવી સમસ્યાઓની સારવાર માટે કરવામાં આવે છે. લીવરને ડિટોક્સ કરવા માટે કિસમિસના પાણીને ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

બે કપ પાણી અને 150 ગ્રામ કિસમિસ લો. હવે વાસણમાં પાણી ઉકાળો. જ્યારે પાણી સંપૂર્ણપણે ઉકળે છે, તેમાં કિસમિસ ઉમેરો અને તેને આખી રાત પલળવા દો. ત્યારબાદ સવારે પાણીને ગાળી લો અને ધીમા આંચ પર ગરમ કરો. આ પાણી દરરોજ સવારે ખાલી પેટ પર લો. પરંતુ ધ્યાનમાં રાખો કે આ પાણી પીધા પછી અડધો કલાક કંઇ ખાશો નહીં, પીશો નહીં.

કિસમિસના પાણીમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદગાર છે. દરરોજ સવારે ખાલી પેટ પર પીવો. આ તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

આ પાણીનું દૈનિક સેવન કરવાથી તમારા શરીરમાં સંચિત હાનિકારક ઝેર દૂર થઈ જશે. આ પાણી તમારા લીવરને સાફ કરે છે અને શરીરના લોહીને સાફ કરવામાં પણ મદદ કરે છે.

જો તમને વારંવાર એસિડિટીની સમસ્યા હોય છે, તો પછી કિસમિસનું પાણી તમારા માટે વધુ બહેતર ઉપાય સાબિત થઈ શકે છે. આ પાણી તમારા પેટમાં રહેલ એસિડને નિયંત્રણમાં રાખે છે અને ઝડપથી એસિડિટીથી રાહત આપે છે.

કિસમિસમાં બોરોન અને કેલ્શિયમ હોય છે, જે હાડકાં બનાવવામાં મદદરૂપ થાય છે અને તે સ્વસ્થ પણ રહે છે.

તેનું પાણી તમારા હાર્ટ માટે ખૂબ અસરકારક છે. તે તમારા હાર્ટને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. ઉપરાંત, તમારા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરીને હાર્ટના આરોગ્યમાં સુધારો કરે છે.

જો સવારે ખાલી પેટ પર કિસમિસનું પાણી પીવામાં આવે છે, તો તે તમારું વજન પણ ઘટાડે છે. તેમાં ઘણા બધા ફ્રુકટોઝ અને ગ્લુકોઝ હોય છે, જે તમારા શરીરમાં ઉર્જાની કમી નથી. તેમાં ફાઇબર પણ હોય છે, જે તમારું પેટ ભરે રાખે છે.

જો તમારા શરીરમાં આયર્નની કમી છે, તો પછી દરરોજ કિસમિસના પાણીનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કિસમિસ આયર્નથી ભરપૂર હોય છે અને તમારા શરીરમાં લોહી વધારવામાં મદદગાર છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article