AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HEALTH : જાંબુના ઠળિયા પણ આ બિમારીઓમાં અસરકારક, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

જાંબુ (blackberry jaamun)ના જે ઠળિયા (seeds)ને આપણે નકામા સમજીને તમે ફેંકી દઈએ છીએ, પણ હકીકતમાં તે આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે.

HEALTH : જાંબુના ઠળિયા પણ આ બિમારીઓમાં અસરકારક, જાણો કેવી રીતે કરશો ઉપયોગ
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 06, 2021 | 7:43 PM
Share

જાંબુ (blackberry jaamun)ને એવા ફળોની શ્રેણીમાં ગણવામાં આવે છે જેનો ઉનાળામાં લોકો વધુ વપરાશ કરે છે. ઉનાળામાં તે સૌથી વધુ ગમતું ફળ છે. શું તમે જાણો છો કે જાંબુ ઘણા રોગોમાં ફાયદાકારક છે. જાંબુમાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે. એટલે કે જાંબુ ખાવાથી ભૂખ જલ્દી લાગતી નથી.

આપણે ઘણી વખત જાંબુ ખાઈએ છીએ અને તેના ઠળિયા (seeds)બહાર ફેંકી દઈએ છીએ. જાંબુના જે ઠળિયાને આપણે નકામા સમજીને તમે ફેંકી દઈએ છીએ, પણ હકીકતમાં તે આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આજે અમે તમને જાંબુના ઠળિયાના ગુણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, એ જાણ્યા પછી કે તમે પણ ક્યારેય જાંબુના ઠળિયાને નકામા સમજીને નહિ ફેંકો. જાંબુના ઠળિયાને સુકવી, તેનો પાવડર બનાવી નિયમિતપણે સેવન કરવાથી ઘણા રોગો મૂળમાંથી દૂર થાય છે. આવો આપણે જાણીએ કે જાંબુના ઠળિયાથી આપણા શરીરને ક્યાં ક્યાં ફાયદા થાય છે.

ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવા મદદ કરે છે જાંબુ બ્લડ સુગરને સંતુલિત કરવામાં ખૂબ મદદગાર છે. જાંબુના ઠળિયામાં જામ્બોલીન (jamboline) અને જામ્બોસીન (jambosin) સંયોજનો હોય છે, જે બ્લડ સુગરને ઘટાડે છે. જાંબુના ઠળિયા ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં વધારો કરવામાં પણ અસરકારક છે.

પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે જાંબુના ઠળિયા પેટને લગતી ઘણી સમસ્યાઓ દૂર કરે છે. જાંબુના ઠળિયામાં રહેલું ફાઇબર આપણી પાચકતંત્રની કામગીરી સુધારવામાં મદદ કરે છે. જાંબુના ઠળિયા આંતરડાના ચાંદા, બળતરા અને અલ્સરની પીડાથી રાહત મેળવવા માટે દવા તરીકે પણ વાપરી શકાય છે.

બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે જાંબુના ઠળિયા હાઈ બ્લડ પ્રેશર સામે ખૂબ મદદગાર છે. જાંબુના ઠળિયામાં એક પ્રકારનો એન્ટીઓકિસડન્ટ હોય છે, જેને એલીજીક એસિડ કહેવામાં આવે છે. જે બ્લડ પ્રેશરની ઝડપી ગતિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

ઇમ્યુનિટી મજબૂત કરે છે જાંબુના ઠળિયા પણ ફ્લેવોનોઈડ અને અને ફિનોલિક સંયોજનો હોય છે, જે અત્યંત શક્તિશાળી એન્ટીઓકિસડન્ટ માનવામાં આવે છે. જે શરીરમાંથી હાનિકારક મુક્ત રેડિકલને દૂર રાખવામાં મદદ કરે છે, સાથે શરીરની ઇમ્યુનિટી વધારે છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે જાંબુના ઠળિયામાં ફાઇબર ભરપુર માત્રામાં હોય છે, જેના કારણે તે પેટને સુરક્ષિત રાખવામાં અને વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે.

કેવી રીતે બનાવવો જાંબુના ઠળિયાનો પાવડર? જાંબુના ઠળિયાને ધોઈને આછા કપડાથી ઢાંકીને તડકામાં સૂકવો. જ્યારે ઠળિયા સંપૂર્ણપણે સૂકાઈ જાય ત્યારે ટુકડા કરી લો. તેમને તોડ્યા પછી તેમને ગ્રાઇન્ડર માં પીસી લો, જેથી તે પાવડર સ્વરૂપમાં આવશે. આ ચુર્ણને પાણી સાથે સવારે ખાલી પેટ સેવન કરો. જાંબુનું સેવન જાંબુના ઠળિયાનો પાવડર અથવા તેના પાંદડાના પાવડર સ્વરૂપે ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">