Fashion Tips : લાંબા સમય બાદ ફરીથી ટ્રેન્ડમાં આવી છે હોબો બેગની ફેશન, યુવતીઓની પહેલી પસંદ

|

May 20, 2021 | 2:13 PM

હોબો બેગ એક યુવતીઓ માટેના પર્સની સ્ટાઈલ છે. જેની સાઇઝ પ્રમાણમાં થોડી મોટી હોય છે. આ પ્રકારની બેગનુ મટીરીયલ મોટાભાગે સોફ્ટ હોય અને પટ્ટો લાંબો પડતો હોય છે.

Fashion Tips : લાંબા સમય બાદ ફરીથી ટ્રેન્ડમાં આવી છે હોબો બેગની ફેશન, યુવતીઓની પહેલી પસંદ
સાંકેતિક તસ્વીર

Follow us on

Fashion Tips : હોબો બેગ એક યુવતીઓ માટેના પર્સની સ્ટાઈલ છે. જેની સાઇઝ પ્રમાણમાં થોડી મોટી હોય છે. આ પ્રકારની બેગનુ મટીરીયલ મોટાભાગે સોફ્ટ હોય અને પટ્ટો લાંબો પડતો હોય છે. જેથી તેને એક ખભા પર સરળતાથી લઈ શકાય છે. આ બેગનુ મટીરીયલ ફ્લેક્સિબલ હોવાથી એને જરૂર પડે ત્યારે ઓછી જગ્યામાં પણ સહેલાઇથી મૂકી શકાય છે.

હોબો બેગ અનેક સાઈઝ અને સ્ટાઇલમાં ઉપલબ્ધ છે. જેના કારણે તે ફેશન યુવતીઓની ફેવરેટ બની ગઈ છે. આ શરૂઆતમાં બહુ લોકપ્રિય હતી. જોકે સમયાંતરે તેનો ટ્રેન્ડ ઓછો થઈ ગયો હતો. જો કે એકાદ વર્ષથી આ પ્રકારની બેગ ફરીથી ટ્રેન્ડમાં આવી છે. આ બેગ પ્રમાણમાં મોટી હોવાથી તેમાં યુવતીઓની જરૂરિયાત પ્રમાણે મોટાભાગની વસ્તુઓ સમાઈ જાય છે.

મોટી સાઇઝની હોબો બેગ
આ પ્રકારની હોબો બેગ ઓફિસ જતી યુવતીઓમાં લોકપ્રિય છે. બેગની સાઈઝ પ્રમાણમાં મોટી હોવાથી જરૂરિયાતની તમામ વસ્તુઓ અને ફાઈલો રાખી શકાય છે. તો ઉતાવળમાં બહારગામ જવાનું થાય તો આ બેગમાં એક જોડી કપડાં પણ સરળતાથી રાખી શકાય છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

રંગબેરંગી હોબો બેગ
સ્ટાઇલિશ યુવતીઓ અથવા તો કોલેજ જતી યુવતીઓમાં લોકપ્રિય છે. આવી કલરફુલ હોબો બેગ પર્સનાલિટીને એક ખાસ લુક આપે છે. રંગબેરંગી બેગને આઉટફિટ સાથે મિક્સ એન્ડ મેચ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે.

લેધરની હોબોબેગ
લેધર ની હોબો બેગ કોર્પોરેટ અને ક્લાસી લુક આપે છે. આવી બેગ થોડી મોંઘી હોય છે. પણ તે અત્યંત મજબૂત અને ટકાઉ હોય છે. આવી લેધરની હોબો બેગ કોઈ કોર્પોરેટ કે પછી બિઝનેસ મિટિંગ માં કોર્પોરેટ લુક આપે છે.

હાઉસ સ્ટાઇલ હોબો બેગ
હાઉસ સ્ટાઇલ હોબો બેગ પ્રમાણમાં થોડી નાની હોય છે. એને પ્રસંગોપાત કે થોડા સમય માટે બહાર જવું હોય તો વાપરી શકાય છે.

ગોળાકાર હોબો બેગ
જે યુવતીઓ પરંપરાગત બેગથી કંટાળી ગઈ હોય તેમના માટે ગોળાકાર હોબો બેગ બહુ સારો વિકલ્પ છે. આ અલગ સ્ટાઇલનું પર્સ વાપરવાની લાગણી આપશે.

નાની સાઇઝની હોબો બેગ
નાની સાઈઝની હોબો બેગ ઓછી જગ્યા રોકે છે. એને લઈને ફરવાનું પણ કમ્ફર્ટેબલ છે. જો સાથે બહુ સામાન ન રાખવાનો હોય તો આ સાઇઝની હોબો બેગ બેસ્ટ ચોઇસ છે.

Next Article