Coronavirus : કોરોનાથી કિડની પર શું થઈ શકે છે અસર ? શું રાખશો ધ્યાન ?

|

May 13, 2021 | 5:40 PM

Coronavirus : આપણે અત્યારે કોરોના મહામારી ના કપરા કાળમાંથી પસાર થઈ રહ્યા છે. રોજ હજારો અને લાખોની સંખ્યામાં કોરોના પોતાનો પ્રકોપ માનવજાત ઉપર વરસાવી રહ્યો છે. દોઢ વર્ષ જેટલો સમય પૂર્ણ થવા આવ્યો છતાં પણ આપણે તેને નાથવામાં સંપૂર્ણપણે સફળ થયા નથી.

Coronavirus : કોરોનાથી કિડની પર શું થઈ શકે છે અસર ? શું રાખશો ધ્યાન ?
સાંકેતિક તસ્વીર

Follow us on

Coronavirus : આપણે અત્યારે કોરોના મહામારી ના કપરા કાળમાંથી પસાર થઈ રહ્યા છે. રોજ હજારો અને લાખોની સંખ્યામાં કોરોના પોતાનો પ્રકોપ માનવજાત ઉપર વરસાવી રહ્યો છે. દોઢ વર્ષ જેટલો સમય પૂર્ણ થવા આવ્યો છતાં પણ આપણે તેને નાથવામાં સંપૂર્ણપણે સફળ થયા નથી.

જેમ જેમ સમય પસાર થઇ રહ્યો છે તેમ તેમ આપણે કોરોનાના અલગ અલગ કોમ્પ્લિકેશન અને લક્ષણો વિશે જાણકારી મેળવી રહ્યા છે. આવું જ એક કોમ્પ્લિકેશન કોરોના કિડની પર પણ કરી શકે છે. જે ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે.

કોરોના અને કિડની વિશે વાત કરી રહ્યા છે ત્યારે આપણે બે મુદ્દાની ચર્ચા કરવી પડે એક કોરોનાના કારણે કિડની પર અસર થઇ અને બીજું છે કિડનીના દર્દીઓમાં કોરોના થયો હોય.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

સાંકેતિક તસ્વીર

કોરોનાની કિડની ઉપર અસર :
કોરોનાના 8 થી 10 ટકા કેસમાં કિડની ઉપર સામાન્યથી લઈને એક્યુટ કિડની ફેલ્યર સુધીની આડઅસર થઇ શકે છે. ઘણા અલગ અલગ કારણથી કોરોનાથી કિડની ડેમેજ પણ થઈ શકે છે.

કોરોનામાં તાવ આવતા અથવા શરીર નો દુખાવો થતાં ઘણા લોકો દવાની દુકાને જઇને પેઇનકિલર દવાઓ લઇ લે છે. આ દવાનો ઉપયોગ તથા તાવના લીધે હાઇડ્રેશન પર સીધી અસર થઇ શકે છે.

કોરોનાની સારવાર દરમિયાન વપરાતી દવાઓ જેમકે રેમડેસીવર પણ કિડની ઉપર સાઇડ ઇફેક્ટ કરી શકે છે. જેથી કિડની નબળી થઇ હોય તેવા કેસમાં દવાઓના ડોઝના એડજન્સ્ટમેન્ટની પણ જરૂર પડે છે.

કોરોના ની સારવાર માં વપરાતા સ્ટીરિયોડના કારણે  મ્યુકરમાઇકોસીસ નામનો રોગ થાય છે. ઇન્ફેક્શન તથા તેના માટે વપરાતી દવાઓ પણ કિડની ડૅમેજ કરે છે.

કોરોનાના ગંભીર કેસમાં જ્યારે ફેફસા અને બ્લડપ્રેશર પર અસર થાય છે.તેના કારણે પણ કિડની ડૅમેજ થઈ શકે છે અને ડાયાલિસિસનીજરૂર પડી શકે છે.

કેવી રીતે બચી શકાય ?
કોરોનાનો ચેપ ન લાગે તે માટે કિડનીને સ્વસ્થ રાખવા માટે પોતાને હાઇડ્રેટ રાખો. તેના માટે રોજ ૧૨ થી ૧૫ ગ્લાસ પ્રવાહી લેતા રહેવું. ડિહાઇડ્રેશન કોરોનાના કેસને ઝડપથી કોમ્પ્લકિકેટેડ કરે  છે.તાવ ઉતારવા પેરાસીટામોલ નામની દવાનો ઉપયોગ કરવો.

કોરોના થતાજ ડોક્ટરની સલાહ લો અને જરૂરી તપાસ કરાવી લો. બધા જ પ્રયત્નો કરવા છતાં પણ કિડની પર અસર થાય તો કિડનીના ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવાથી કિડની ફેલ્યરથી આપણે બચી શકીએ છે.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article