ચહેરાને હંમેશા યુવાન રાખવો છે તો કરો ફેસ યોગા, વાંચો કઈ રીતે રાખી શકાય છે ચહેરાને હંમેશા તરોતાજા

|

Oct 07, 2020 | 6:16 PM

ચહેરાની સુંદરતાને મેકઅપથી નિખારી શકાય છે. પણ સૌંદર્ય સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ એવી પણ છે જેને મેકઅપથી ઢાંકી શકાતી નથી. આવામાં ફેસ યોગા કરીને આ સમસ્યા નિવારી શકાય છે. આપણે જેમ જાણીએ છીએ કે શરીરને તો યોગાની મારફતે ફિટ રાખી શકાય છે પણ ચહેરા માટે ફેસ યોગા ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. જેનાથી […]

ચહેરાને હંમેશા યુવાન રાખવો છે તો કરો ફેસ યોગા, વાંચો કઈ રીતે રાખી શકાય છે ચહેરાને હંમેશા તરોતાજા

Follow us on

ચહેરાની સુંદરતાને મેકઅપથી નિખારી શકાય છે. પણ સૌંદર્ય સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ એવી પણ છે જેને મેકઅપથી ઢાંકી શકાતી નથી. આવામાં ફેસ યોગા કરીને આ સમસ્યા નિવારી શકાય છે. આપણે જેમ જાણીએ છીએ કે શરીરને તો યોગાની મારફતે ફિટ રાખી શકાય છે પણ ચહેરા માટે ફેસ યોગા ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. જેનાથી તમે ચહેરાની ચરબીથી છુટકારો મેળવી શકો છો.

ફેસ યોગા શું છે ?
વધતી ઉંમરની સાથે ચહેરા પર તેની અસર જોવા મળે છે. જેને ઓછી કરવા માટે ફેસ યોગની મદદ લઇ શકો છો. ફેસ યોગા કરવાથી ચહેરાની નસોમાં લોહીનો સંચાર થાય છે અને માંસપેશીઓ રિલેક્સ થાય છે. અને ચહેરા પર ટાઈટનેસ આવે છે. અને તેના કારણે વધતી ઉંમરની અસર પણ ઓછી દેખાય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ફેસ યોગના ફાયદા :
કેટલીક વાર વધારે પડતાં મેકઅપ કે કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી સમય કરતાં પહેલા ચહેરા પર ઉંમરનો પ્રભાવ દેખાવા લાગે છે. સાથે જ વજન વધવાની અસર પણ ચહેરા પર જોવા મળે છે. એવામાં ફેસ યોગા ચહેરાને જુવાન બનાવે છે. અને ચહેરા પર નિખાર લાવે છે. તેનાથી ડબલ ચીનની સમસ્યા દૂર થાય છે.

1). સિંહ મુદ્રા :
આ ફેસ યોગામાં તમે બેસીને સિંહની જેમ મોઢું મોટું કરીને જીભને અંદર બહાર કરો. જીભ બહાર કાઢતી વખતે સિંહની જેમ જ ત્રાડ પાડો, જેથી માંસપેશીઓને એક્સરસાઇઝ મળે.

2). જીભ બાધા યોગ :
મોઢું ખોલીને જીભને થોડી થોડી વારે તાળવા સાથે ચિપકાવી રાખો અને પછી છોડી દો. આંખો બંધ કરીને આ એક્સરસાઇઝ કરો. બે ત્રણ વાર તેને રિપીટ કરો. તેનાથી જબડાને આકાર મળે છે.

3). ફિશ ફેસ :
પહેલા પદ્માસનની મુદ્રામાં બેસીને આંખો બંધ કરો. હવે તમારા ગાલ અને હોઠોને અંદરની બાજુ ખેંચો અને ફેસને માછલી આકારનું બનાવો. થોડી સેકન્ડ માટે રહેવા દો અને પછી સ્મિત આપો. આવું બે ત્રણ વાર કરો.

4). માઉથવોશ ટેક્નિક :
આ બહુ સરળ છે. અને તેને તમે બેઠા બેઠા પણ કરી શકો છો. તમે મોઢામાં પાણી ભરીને કોગળા કરતા હોવ તે રીતે મોઢામાં હવા ભરીને ગાલોને હલાવો. તેનાથી તમારા ચહેરાની વધારાની ચરબી દૂર થાય છે. અને ડબલ ચીનની સમસ્યા પણ દૂર થાય છે.

5). ચીન લિફ્ટ :
તમારા ચહેરાને છત તરફ ઉપર કરો. પછી હોઠોને આગળ કરીને છત ચુમતા હોવ તેવી એક્સરસાઇઝ કરો. પછી મૂળ અવસ્થામાં પાછા આવી જાઓ. તેનાથી ડબલ ચીન ઉપરાંત જબડા અને ગરદનની માંસપેશીઓને કસરત મળશે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને યોગનાં અભ્યાસુની પણ સલાહ ખાસ લઈ લેવી

Published On - 7:11 pm, Tue, 22 September 20

Next Article