બિપાશા બાસુના મજબૂત વાળોનો ખુલી ગયો ‘રાઝ’, ખરતા વાળ માટે તે પણ વાપરે છે કાંદાનો રસ..!

|

Oct 07, 2020 | 6:15 PM

બૉલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ તેની ફિટનેસની સાથે સાથે પોતાની હેલ્ધી સ્કિન અને સુંદર વાળ માટે પણ ઓળખાય છે. તાજેતરમાં જ તેણીએ પોતાના વાળને પ્રોબ્લેમ ફ્રી રાખવા માટે એક ઘરગથ્થુ ઉપચાર બતાવ્યો છે. જેનો ઉપયોગ તે જાતે જ કરે છે. બિપાશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તે વાળોમાં કાંદાનો રસ લગાવતી […]

બિપાશા બાસુના મજબૂત વાળોનો ખુલી ગયો રાઝ, ખરતા વાળ માટે તે પણ વાપરે છે કાંદાનો રસ..!

Follow us on

બૉલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ તેની ફિટનેસની સાથે સાથે પોતાની હેલ્ધી સ્કિન અને સુંદર વાળ માટે પણ ઓળખાય છે. તાજેતરમાં જ તેણીએ પોતાના વાળને પ્રોબ્લેમ ફ્રી રાખવા માટે એક ઘરગથ્થુ ઉપચાર બતાવ્યો છે. જેનો ઉપયોગ તે જાતે જ કરે છે. બિપાશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તે વાળોમાં કાંદાનો રસ લગાવતી દેખાઈ રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ વીડિયોમાં તેણે સ્વીકાર્યું છે કે ખરતા વાળો માટે તે માથામાં કાંદાનો રસ લગાવે છે. તેના ફેન્સને તેનો આ વીડિયો ખૂબ પસંદ પડ્યો છે. તો આવો આપણે પણ જોઈએ વાળમાં કાંદાનો રસ લગાવવાનો ફાયદો શું છે ?

કાંદા વાળની ખૂબસૂરતી અને મજબૂતી વધારે છે. તે વાળની જડને મજબૂત બનાવે છે અને હેર ગ્રોથ પણ વધારે છે. કાંદામાં સલ્ફર હોય છે. જે વાળોને વધવામાં મદદ કરે છે.

1). કાંદાનો રસ કમજોર અને નિસ્તેજ દેખાતા વાળની ચમક વધારે છે.
2). અકાળે સફેદ થતા વાળોની સમસ્યાથી બચાવે છે. કાંદાનો રસ લગાવવાથી વાળ સમય કરતાં પહેલાં સફેદ નથી થતા.
3). વાળની જડમાં એક કાંદાને ક્રશ કરીને રસ લગાવી, તેના કારણે હેર ફોલિકલ્સને મજબૂતી મળે છે. જેનાથી વાળ ઓછા તૂટે છે.
4). વાળ કમજોર હોવાથી વધારે ખરે છે. જેથી જ્યારે તમે કાંદાનો રસ માથામાં લગાવો છો ત્યારે હેર લોસ અને પાતળા વાળની સમસ્યા દૂર થાય છે.
5). માથાની ત્વચામાં થતા ઇન્ફેક્શન, ફોલ્લીઓ, ખોડા જેવી સમસ્યા પણ તમારા વાળમાં નુકશાન કરે છે. કાંદામાં એન્ટીબેક્ટેરિયલ તત્વો હોય છે જે માથાના સ્કાલ્પને પણ હેલ્ધી બનાવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 8:29 pm, Tue, 22 September 20

Next Article