HAIRમાં હુંફાળું OIL લગાડવાના ફાયદા, જાણો આયુર્વેદ અનુસાર શું છે સાચી રીત

|

Jan 24, 2021 | 12:41 PM

હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. આ ઋતુમાં વાળનું ધ્યાન રાખવું કોઈ મુશ્કેલીથી ઓછું નથી. ઠંડીને કારણે વાળ શુષ્ક થઈ જાય છે સાથે જ ખોડાની સમસ્યામાં વધારો થઈ જાય છે.

HAIRમાં હુંફાળું OIL લગાડવાના ફાયદા, જાણો આયુર્વેદ અનુસાર શું છે સાચી રીત
Hair Oil

Follow us on

હાલ શિયાળાની(WINTER) ઋતુ ચાલી રહી છે. આ ઋતુમાં વાળનું (HAIR) ધ્યાન રાખવું કોઈ મુશ્કેલીથી ઓછું નથી. ઠંડીને કારણે વાળ શુષ્ક થઈ જાય છે સાથે જ ખોડાની સમસ્યામાં વધારો થઈ જાય છે. આયુર્વેદમાં એફકેટી જડીબુટ્ટીના ગુણ જ નહિ પરંતુ ખાવા-પીવાનું અને લાઇફસ્ટાઇલ વિષે પણ બહુ જ લખવામાં આવ્યું છે. આજે અમે તમને આયુર્વેદ અનુસાર, વાળમાં તેલ લગાડવાના ફાયદા અને સાચો સમય જણાવીશું.

વાળમાં તેલ લગાડવાના ફાયદા

માથાની મસાજની પ્રથા પેઢીથી ચાલી આવે છે અને આપણામાંના ઘણા વાળ ધોતા પહેલા માથામાં માલિશ કરે છે. એવું માનવામાં આવે છે કે વાળમાં તેલ લગાવવાથી વાળને અકાળ સફેદ થવાથી બચાવી શકાય છે. આ વાળના મૂળને મજબૂત બનાવે છે અને પ્રેશર પોઇન્ટ પર માલિશ કરવાથી તણાવ ઓછો થાય છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આયુર્વેદ અનુસાર તેલ લગાડવાથી જોડાયેલી ખાસ વાત
* આયુર્વેદ અનુસાર, માથાનો દુખાવો વાળથી સંકળાયેલ છે. તેથી વાળ પર સાંજે 6 વાગ્યે તેલ લગાવવું જોઈએ. આ સમય વાળમાં તેલ લગાડવા માટે સારો રહે છે.
* વાળને શેમ્પૂ કરતા પહેલા અઠવાડિયામાં એક કે બે વાર તેલ લગાવી શકો છો. જો કે, વાળ ધોયા પછી તમારે તેલ લગાવવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી વાળમાં ધૂળ અને ગંદકીની સમસ્યા થઈ શકે છે.
* વાળમાં નિયમિત તેલ લગાવવાથી માથાની ચામડી અને ખંજવાળની ​​સમસ્યા દૂર થાય છે. તેલમાં લીમડાના પાન નાખીને ગરમ કરો અને નહાતા પહેલા તેને સારી રીતે મસાજ કરો. આ પછી વાળને નવશેકા પાણીથી ધોઈ લો.
* સુતા પહેલા તમારા વાળ અને સ્કેલ્પ પર સારી રીતે તેલ લગાવો. બીજે દિવસે સવારે નવશેકા પાણીથી વાળ ધોવા જોઈએ.
* રાત્રે સુતા પહેલાના અડધો કલાક પહેલાં વાળ પર તેલ લગાવવું અને હળવા હાથથી માલિશ કરવાથી સારી ઊંઘ આવે છે.

આ પણ વાંચો: BOPALના વેપારીએ ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ

Next Article