ઔષધિય ગુણોથી ભરપૂર ચંદનના ફેસ માસ્ક, આપશે આપની ત્વચાને ગ્લોઇંગ લુક

|

Oct 16, 2020 | 12:16 PM

ચંદન એક સુગંધિત લાકડું છે, જેનો ઉપયોગ આયુર્વેદમાં ઘણા બધા ઉપચાર માટે થાય છે. તેના ઔષધીય ગુણને કારણે તેનો ઉપયોગ સ્કિન સાથે જોડાયેલી સમસ્યા જેમ જે ખીલ, સ્કિન ટેનિંગ, એજિંગ જેવી સમસ્યા માટે પણ થાય છે. ચંદનમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જે ઇજામાં પણ મદદ કરે છે. જેનાથી ત્વચા સોફ્ટ અને ગ્લોઇંગ થાય છે. 1). […]

ઔષધિય ગુણોથી ભરપૂર ચંદનના ફેસ માસ્ક, આપશે આપની ત્વચાને ગ્લોઇંગ લુક

Follow us on

ચંદન એક સુગંધિત લાકડું છે, જેનો ઉપયોગ આયુર્વેદમાં ઘણા બધા ઉપચાર માટે થાય છે. તેના ઔષધીય ગુણને કારણે તેનો ઉપયોગ સ્કિન સાથે જોડાયેલી સમસ્યા જેમ જે ખીલ, સ્કિન ટેનિંગ, એજિંગ જેવી સમસ્યા માટે પણ થાય છે. ચંદનમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જે ઇજામાં પણ મદદ કરે છે. જેનાથી ત્વચા સોફ્ટ અને ગ્લોઇંગ થાય છે.

1). ડલ સ્કિન માટે : 1/2 ચમચી ચંદન પાઉડર, 1 ચમચી મધ અને 1 ચમચી ગુલાબ જળ મિક્સ કરીને ચહેરા પર હળવા હાથેથી મસાજ કરો. 10-15 મિનિટ પછી ધોઇ નાંખો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

2). બ્લેકહેડ્સ અને એકને માટે : એક્ને, સ્કાર્સ અને બ્લેકહેડથી છુટકારો મેળવવા એક ચમચી ચંદનના તેલમાં ચપટી હળદર અને પીસેલું કપૂર ભેળવો. રાતભર આ ફેસપેકને ચહેરા પર લગાવી શકાય છે.

3). ડાર્ક સર્કલ માટે : બે ચમચી ચંદન પાઉડર અને ગુલાબજલને મિક્સ કરીને પ્રભાવિત એરિયા પર આ પેક લગાવો. 10 મિનિટ પછી ધોઈ લેવું. આવું રોજ કરવાથી ફાયદો થાય છે.

4). એન્ટી એજિંગ ફેસપેક : એક ચમચી ચંદન અને બદામ પાઉડરમાં દૂધ મિક્સ કરો. અને 10 મિનિટ લગાવીને ઠંડા પાણીથી ધોઈ નાંખો. ત્વચામાં નિખાર લાવવા અને કરચલી દૂર કરવા રોજ આ પેસ્ટ લગાવો.

5). ઓઈલી સ્કિન માટે : ચંદન પાઉડરમાં ગુલાબ જળ નાંખીને ચહેરા પર લગાવો. અડધા કલાક સુધી લગાવીને ઠંડા પાણીથી ધોઈ નાંખો.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને સ્કીન સ્પેશ્યાલિસ્ટની સલાહ લેવી પણ જરૂરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article