દૂધમાં ભેળસેળ બનશે ભૂતકાળ! ગુજરાતની એક યુનિવર્સીટીએ વિકસાવી દૂધ પરિક્ષણની હાઈટેક પદ્ધતિ

|

Dec 31, 2018 | 11:18 AM

શ્વેત ક્રાંતિ બાદ ભારતે દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં મોખરાનું સ્થાન મેળવ્યું પરંતુ બનાવટી દૂધની પણ સંખ્યાબંધ ફરિયાદો સામે આવતી રહી દૂધમાં ભેળસેળ રોકવી સરકાર માટે મોટો પડકાર છે. જો કે આણંદની કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દૂધમાં થતી ભેળસેળને આબાદ ઝડપી પાડતી એક પદ્ધતિ હાઈટેક વિકસાવી છે. જેના થકી દૂધમાં થતી ભેળસેળ પર અંકુશ લાગશે.   Web […]

દૂધમાં ભેળસેળ બનશે ભૂતકાળ! ગુજરાતની એક યુનિવર્સીટીએ વિકસાવી દૂધ પરિક્ષણની હાઈટેક પદ્ધતિ
Milk adulteration

Follow us on

શ્વેત ક્રાંતિ બાદ ભારતે દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં મોખરાનું સ્થાન મેળવ્યું પરંતુ બનાવટી દૂધની પણ સંખ્યાબંધ ફરિયાદો સામે આવતી રહી દૂધમાં ભેળસેળ રોકવી સરકાર માટે મોટો પડકાર છે. જો કે આણંદની કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દૂધમાં થતી ભેળસેળને આબાદ ઝડપી પાડતી એક પદ્ધતિ હાઈટેક વિકસાવી છે. જેના થકી દૂધમાં થતી ભેળસેળ પર અંકુશ લાગશે.

 

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

સંપૂર્ણ આહાર ગણાતા દૂધમાં મોટાપાયે ભેળસેળ થાય છે. દૂધમાં ભેળસેળના સમાચાર છાશવારે પ્રકાશમાં આવતા રહે છે જો કે દૂધમાં થતી ભેળસેળ હવે રોકી શકાશે. ગામડાની જેમ શહેરના લોકોને પણ ચોખ્ખુ દૂધ મળવા લાગશે. આણંદ કૃષિ યુનિવર્સિટીની ડેરી સાયન્સ કોલેજે દૂધ પરિક્ષણની શ્રેષ્ઠ પદ્ધતિ વિકસાવી છે. ડેરી વૈજ્ઞાનિકોએ દૂધ પરિક્ષણના વિવિધ ટેસ્ટને રિફાઈન્ડ કરી એક નવી ટેકનિક શોધી છે. જેના થકી કોઈ પણ પ્રકારની ભેળસેળ પળભરમાં જ પકડાઈ જશે.

 

દૂધ અને દૂધની બનાવટોમાં ફેટ વધારવા વનસ્પતિ તેલ, સ્ટાર્ચ, મીઠુ, ખાંડ, ગ્લુકોઝ, યુરિયા અને ડિટર્જન્ટ ઉમેરવામાં આવે છે તો ક્યારેક દૂધને લાંબો સમય સાચવવા અને ખાટુ થતું અટકાવવા ફોર્મેલિન, હાઈડ્રોજન પેરોક્સાઈડ, ખાવા અને કોસ્ટિક સોડા ભેળવાય છે. આ તત્વો માનવશરીર માટે નુકસાનકારક છે.

જુઓ VIDEO :

વિવિધ કેમિકલથી થતા રોગ :

1) ફોર્મેલિન

આંખ, નાક, ગળામાં બળતરા

2) હાઈડ્રોજન પેરોક્સાઈડ

ઉબકા, ઉલટી, પેટના વિકારો

3) કોસ્ટિક સોડા

કેન્સર થવાનો ખતરો

4) મેલામાઈન

કીડની, પ્રજનન તંત્રના રોગ

5) એમોનિયા સલ્ફેટ

શ્વસનતંત્ર, પેટના રોગ થઈ શકે

6) ડિટર્જન્ટ

પેટમાં ચાંદા, અલ્સરનો ખતરો

આણંદ કૃષિ યુનિવર્સિટીએ વિકસાવેલી નવી પદ્ધતિની સૌથી પહેલા પેટન્ટ કરાવવામાં આવશે. જે બાદ ભારત સરકારને મોકલવામાં આવશે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

દેશમાં 20 ટકા દૂધ સહકારી ક્ષેત્રમાંથી આવે છે. જ્યારે અસંગઠિત ક્ષેત્રમાંથી આવતા 80 ટકા દૂધમાં વ્યાપક ભેળસેળ થાય છે. જો સરકાર આણંદની ડેરી સાયન્સ કોલેજના વૈજ્ઞાનિકોએ વિકસાવેલી પદ્ધતિની કડક અમલવારી કરાવશે તો બનાવટી દૂધ વેચાતુ બંધ થશે અને નાગરિકોનું સ્વાસ્થ્ય સુધરશે.

[yop_poll id=396]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 11:05 am, Sun, 30 December 18

Next Article