ચહેરાની સુંદરતાની સાથે પગની ફાટેલી એડીઓને પણ સંવારો આ રીતે

|

Oct 07, 2020 | 6:12 PM

કેટલાક લોકો ચહેરાની સુંદરતાની સાર સંભાળ રાખવા પાછળ પગની એડીઓ પ્રત્યે બેધ્યાન રહે છે. જોવા જઈએ તો શારીરિક આકર્ષણ બનાવી રાખવા માટે ચહેરાની સાથે સાથે પગનો પણ તેટલો જ ફાળો હોય છે. મોટા ભાગની મહિલાઓ પગની ફાટેલી એડીઓથી હેરાન થાય છે. કેટલીય દવા અને ક્રીમ લગાવવા છતાં પગની એડીઓ સારી નથી થઇ શકી અને તમે […]

ચહેરાની સુંદરતાની સાથે પગની ફાટેલી એડીઓને પણ સંવારો આ રીતે

Follow us on

કેટલાક લોકો ચહેરાની સુંદરતાની સાર સંભાળ રાખવા પાછળ પગની એડીઓ પ્રત્યે બેધ્યાન રહે છે. જોવા જઈએ તો શારીરિક આકર્ષણ બનાવી રાખવા માટે ચહેરાની સાથે સાથે પગનો પણ તેટલો જ ફાળો હોય છે. મોટા ભાગની મહિલાઓ પગની ફાટેલી એડીઓથી હેરાન થાય છે. કેટલીય દવા અને ક્રીમ લગાવવા છતાં પગની એડીઓ સારી નથી થઇ શકી અને તમે યોગ્ય ઈલાજ શોધી રહ્યા છો તો આ લેખ તમારા માટે જ છે. વાતાવરણ જયારે શુષ્ક થાય ત્યારે, ઓબેસિટીના કારણે, વધારે ચાલવાથી કે એક જગ્યા પર ઉભા રહેવાથી કે ડાયાબિટીઝના કારણે એડીઓ ફાટી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેમાં શરૂઆતમાં પગની સ્કિન ડ્રાય થઇ જાય છે. અને પછી હલકી ક્રેક દેખાવા લાગે છે. પગની સ્કિન હળવા પીળા રંગની થઇ જાય છે. ઉપરની ત્વચા ધીરે ધીરે ઉખડવા લાગે છે. ખંજવાળ આવે છે અને ક્યારેક દુખાવા સાથે લોહી પણ નીકળે છે.

ઉપાયો :
1). પગને ધોઈને વેજીટેબલ ઓઇલથી દિવસમાં બે વાર મસાજ કરવું જોઈએ.
2). એક ડોલમાં એક કપ મધ નાંખીને 15-20 મિનિટ પગ બોળીને રાખવાથી રાહત મળે છે.
3). ગરમ પાણીમાં થોડી વાર પગ રાખ્યા બાદ પગ પર ચોખાના લોટ, મધ અને લીંબુના રસથી બનાવેલી પેસ્ટ લગાવવાથી પણ ફાટેલી એડીઓથી છુટકારો મળે છે.
4). ગરમ પાણીમાં સોડિયમ અને વેસેલિનનું મિશ્રણ કરીને તેમાં પગ રાખવા જોઈએ.
5). રાત્રે નારિયેળ તેલની મસાજ કરીને મોજા પહેરીને સુઈ જવું જોઈએ. આવું નિયમિત કરવાથી એડીઓને આરામ મળે છે.
6). એક ડોલ પાણીમાં મીઠું, લીંબુનો રસ, ગુલાબજળ અને બે ચમચી ગિલ્સરીન નાંખીને તેમાં પગ રાખો. 15-20 મિનિટ બાદ એડીને સ્ક્ર્બ કરો.
7). તલના તેલ કે એલોવેરા વડે માલિશ કરવાથી પણ પગની ફાટેલી એડીઓથી છુટકારો મેળવી શકાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:35 am, Fri, 25 September 20

Next Article