24 કલાક ચાલતા પાચનતંત્રને એક દિવસનો આરામ આપવા માટે પણ ઉપવાસ જરૂરી

|

Sep 19, 2020 | 4:57 PM

જે રીતે પોષણયુક્ત અને સમતોલ આહાર શરીર માટે ફાયદાકારક છે. તેવી જ રીતે શરીરના પાચનતંત્રને આરામ આપવો પણ શરીર માટે એટલું જ જરૂરી છે. આપણી સંસ્કૃતિમાં એટલે જ તો ઉપવાસનું મહાત્મ્ય સમજાવાયું છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા […]

24 કલાક ચાલતા પાચનતંત્રને એક દિવસનો આરામ આપવા માટે પણ ઉપવાસ જરૂરી

Follow us on

જે રીતે પોષણયુક્ત અને સમતોલ આહાર શરીર માટે ફાયદાકારક છે. તેવી જ રીતે શરીરના પાચનતંત્રને આરામ આપવો પણ શરીર માટે એટલું જ જરૂરી છે. આપણી સંસ્કૃતિમાં એટલે જ તો ઉપવાસનું મહાત્મ્ય સમજાવાયું છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉપવાસના ફાયદા:

આપણું પાચનતંત્ર 24 કલાક કામ કરે છે. તેને પણ આરામની જરૂર હોય છે. ઉપવાસ કરવાથી આપણા શરીરના ઝેરીલા પદાર્થ નીકળી જાય છે. તે ડિટોક્સિફાય થઈ જાય છે. તે આપણા મગજની સાથે સાથે શરીરને પણ સમજાવે છે કે આપણને ક્યારે સાચે ભૂખ લાગે છે અને ક્યારેક આપણે મનથી ખાઈ લેતા હોય છે. જેના વચ્ચે મોટો તફાવત છે. શરૂઆતમાં ઉઠીને બે ત્રણ ગ્લાસ ગરમ પાણી પીઓ, તેનાથી નિત્ય ક્રિયામાં મદદ મળશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઉપવાસનો દિવસ કેવી રીતે પસંદ કરવો અને શું સાવધાની રાખવી?

એવો કોઈ દિવસ પસંદ કરો જે દિવસે તમે બહુ વ્યસ્ત ન હો, ઉપવાસવાળા દિવસે બહુ વધારે ફિઝિકલ એક્ટિવિટીથી બચવું જોઈએ. સામાન્ય યોગ અને વોક કરવું ઠીક રહેશે. પરંતુ દોડવું, વેઈટ લીફટિંગ અથવા બહુ વધારે તનાવપૂર્ણ કામ કરવું ન જોઈએ. આ કાર્યોમાં કેલેરીની વધારે જરૂર હોય છે. જેનાથી ભૂખ વધારે લાગે છે. શરીરીને ભૂખ્યા રહેવાની આદત ન હોય અને તમે ઉપવાસ કરશો તો ઉપવાસ દરમ્યાન ચક્કર આવવાની સંભાવના રહેલી છે. ઉપવાસના દિવસે કોઈની સાથે બહુ ચર્ચા કરવાથી બચવું જોઈએ. પહેલીવાર ઉપવાસ કરવાથી માથાનો દુઃખાવો, ચેન ન પડવું વગેરે જોવા મળે છે. જો વધારે થાક કે નબળાઈ લાગે તો ઉપવાસ છોડી દેવો જોઈએ. જ્યારે સારું લાગતું હોય તો જ ઉપવાસ કરવો જોઈએ.

ઉપવાસ તોડતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ:

પહેલું ધ્યાનએ રાખવું જોઈએ કે ઉપવાસના બીજા દિવસે બહુ બધી વસ્તુઓ ખાઈને પેટ પર ભાર નાંખવો ન જોઈએ. સવારે ખાલી પેટ એક ગ્લાસ લીંબુ પાણી મધ સાથે પી લેવું જોઈએ અથવા એક ગ્લાસ શાકભાજી કે ફળોનો જ્યુસ પીવું જોઈએ. આ સિવાય ફળ ખાવા જોઈએ પછી નિયમિત ખોરાક લેવો જોઈએ.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article