
ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 25 બેઠક અને વિધાનસભાની પાંચ બેઠક પર પેટાચૂંટણી આગામી ચૂંટણી 7મી મે 2024ના રોજ યોજાશે. આ ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદાર પાસે મતદાર ફોટો ઓળખકાર્ડ હોવું જરૂરી છે. જેના વડે તમે તમારી ઓળખ પ્રસ્થાપિત કરી શકો છો. જો મતદાર પાસે મતદાર ફોટો ઓળખપત્ર ના હોય તો અન્ય બાર પ્રકારના દસ્તાવેજને મતદાર ફોટો ઓળખકાર્ડના અવેજમાં કેન્દ્રીય ચૂંટણી પંચે માન્યતા આપી છે. એટલે કે, જે મતદાર પાસે મતદાર ફોટો ઓળખકાર્ડના હોય પરંતુ કેન્દ્રીય ચૂંટણી પંચે માન્ય કરેલા 12 દસ્તાવેજ પૈકી કોઈ એક દસ્તાવેજ હશે તો તેઓ ચૂંટણીમાં મતદાન કરી શકશે.
ગુજરાતની 26 પૈકી 25 લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તથા 05 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલ તા.07-05-2024ના રોજ સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજવામાં આવશે. ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું રહેશે. મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે. જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે.
કેન્દ્રીય ચૂંટણી પંચે મતદાર ફોટો ઓળખકાર્ડની અવેજીમાં માન્ય રાખેલા 12 દસ્તાવેજો પર નજર કરીએ તો,
આ બાર જેટલા દસ્તાવેજ પૈકી કોઈ એક દસ્તાવેજ રજૂ કરીને મતદાર ચૂંટણીના દિવસે તેમના મતવિસ્તારમાં મતદાન કરી શકાશે. વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત “અસલ પાસપોર્ટ” રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.
Published On - 9:09 pm, Fri, 22 March 24