World Malaria Day 2023 : આજે દરેક જિલ્લામાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાશે, જાણો મેલેરિયા કેવી રીતે ફેલાય છે

|

Apr 25, 2023 | 11:11 AM

મેલેરિયા એનોફિલીસ નામના મચ્છર દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતો રોગ છે. તેના લક્ષણોની વાત કરીઓ તો મેલેરિયાના દર્દીને સખત ઠંડી લાગે છે. ધ્રુજારી આવે જે અડધો કલાકથી બે કલાક ચાલે છે.

World Malaria Day 2023 : આજે દરેક જિલ્લામાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાશે, જાણો મેલેરિયા કેવી રીતે ફેલાય છે
World Malaria Day 2023

Follow us on

દર વર્ષે તા. 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. મેલેરિયા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત મેલેરિયા નાબૂદી માટે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે આજે દરેક જિલ્લામાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવશે.

આ પણ વાંચો : Gujarati video: છોટાઉદેપુરમાં માઇનોર કેનાલમાં ગાબડુ, રજૂઆત છતાં કામગીરી ન થતી હોવાનો આક્ષેપ

મેલેરિયા એ માદા એનોફીલીસ મચ્છરથી ફેલાતો રોગ છે. આથી જો મચ્છર ઉત્પતિ અટકાવવામાં લોકોનો સાથ સહકાર મળે તો જ ઝડપી મેલેરિયા મુકત ગુજરાત થઇ શકે છે. આ વખતે ડબલ્યુ એચ ઓ દ્વારા નક્કી કરેલી થીમ અને ટેગ લાઈન આપવામાં આવી છે. “Time to deliver zero malaria: invest, innovate, implement”( “શૂન્ય મેલેરિયા પહોંચાડવાનો સમય: રોકાણ કરો, નવીન કરો, અમલ કરો”)

રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા
આજનું રાશિફળ તારીખ : 22-10-2024

મલેરીયાથી બચવાના ઉપાયો

તાવ આવે કે શરીરમાં થાક લાગે તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લો. ઝડપી નિદાન અને ઝડપી સારવાર માટે તમારા લોહીની તપાસ કરાવો. તમારમા આસપાસ પાણીના ભરાઈ રહે તેનું ધ્યાન રાખો. જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરો. મચ્છર ને દૂર રાખનાર મલમનો ઉપયોગ કરો.

તદઉપરાંત સાંજે ઘરમાં લીમડાનો ધુમાડો કરો. સંધ્યા સમયેથી જ તમારા મકાનના બારી બારણા બંધ કરો. જંતુનાશક દવાના છંટકાવથી રહેણાંક ઘરોમાં તમામ રૂમો આવરી લેવાય તેની પૂરેપુરી કાળજી રાખો. ઘર કે ઑફિસમાં ફુલદાની, કૂલર, સિમેન્ટની ટાંકી વગેરેનું પાણી દર 3 દિવસે બદલો. બંધિયાર પાણી વહેતું ન કરી શકાય તેવાં સંજોગોમાં પાણીમાં પોરાભક્ષક માછલી, બળેલું ઓઇલ કે કેરોસીન નાંખો. રહેણાંક ઘરોની આસપાસના પાણી ભરાવવાના સ્થળો દૂર કરી સ્વચ્છતા રાખવી જોઈએ.

દેશમાં આ રીતે મેલેરિયા પર નિયંત્રણ આવ્યુ

બીજા વિશ્વયુદ્ધ પછી જાહેર આરોગ્ય સેવાઓમાં મેલેરિયા નિયંત્રણ માટે ડી.ડી.ટીનો ઉપયોગ થવા લાગ્યો. આપણા દેશના ગ્રામીણ વિસ્તારોમાં ડી.ડી.ટીના છંટકાવના સારા પરિણામ મળવા લાગ્યા જેના કારણે મેલેરિયાના કેસોના પ્રમાણમાં પણ ચમત્કારિક રીતે ઘટાડો નોંધાયો. તેની સાથે સાથે હવે ભારતમાં કૃષિ અને વિવિધ ક્ષેત્રના ઉત્પાદન વૃદ્ધિ થતી જણાઈ હતી. આ પરિણામને લક્ષ્યમાં લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાએ 1955માં ભારતમાં મેલેરિયા નાબુદી કાર્યક્રમ માટે ભલામણ કરી હતી.

મેલેરિયા કેવી રીતે ફેલાય છે?

મેલેરિયા એનોફિલીસ નામના મચ્‍છર દ્વારા એક વ્‍યકિતમાંથી બીજી વ્‍યકિતમાં ફેલાતો રોગ છે. તેના લક્ષણોની વાત કરીએ તો મેલેરિયાના દર્દીને સખત ઠંડી લાગે છે. ધ્રુજારી આવે જે અડધો કલાકથી બે કલાક ચાલે છે, ત્‍યારબાદ 8 થી 12 કલાક તીવ્ર તાવ આવે છે. તાવ એક દિવસના આંતરે આવે અથવા દરરોજ આવે. માથું દુઃખે, શરીર દુઃખે, કળતર થાય, ઉલટી થાય, ઉબકા આવે, તાવ ઉતરે ત્યારે ખુબ પરસેવો વળે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

( વીથ ઈનપુટ – પ્રીતેશ પંચાલ )

Published On - 7:02 am, Tue, 25 April 23

Next Article