નવા વર્ષની શરૂઆતની સાથે નવા નિયમઃ રેલવેમાં લાંબી મુસાફરી થશે મોંઘી સહિત જાણો સરકારની નવી યોજના

|

Jan 01, 2020 | 3:32 PM

નવા વર્ષની ઉજવણી દેશવાસીઓએ ઉષ્માભેર કરી, હવે કેટલાક એવા અહેવાલો પર નજર કરીએ જેની સીધી અસર સામાન્ય નાગરિકો ઉપર થઈ શકે છે. નવા વર્ષમાં રેલવેની લાંબી મુસાફરી મોંઘી થશે. રેલવેએ એક પૈસથી લઇને 4 પૈસા પ્રતિકિલોમીટરે વધારો કર્યો છે. તો જીએસટીની જેમ મોદી સરકારે રેશનકાર્ડનું સ્ટાન્ડર્ડ ફોર્મેટ તૈયાર કર્યું છે. જેથી હવે એક સ્થળેથી અન્યત્ર […]

નવા વર્ષની શરૂઆતની સાથે નવા નિયમઃ રેલવેમાં લાંબી મુસાફરી થશે મોંઘી સહિત જાણો સરકારની નવી યોજના

Follow us on

નવા વર્ષની ઉજવણી દેશવાસીઓએ ઉષ્માભેર કરી, હવે કેટલાક એવા અહેવાલો પર નજર કરીએ જેની સીધી અસર સામાન્ય નાગરિકો ઉપર થઈ શકે છે. નવા વર્ષમાં રેલવેની લાંબી મુસાફરી મોંઘી થશે. રેલવેએ એક પૈસથી લઇને 4 પૈસા પ્રતિકિલોમીટરે વધારો કર્યો છે. તો જીએસટીની જેમ મોદી સરકારે રેશનકાર્ડનું સ્ટાન્ડર્ડ ફોર્મેટ તૈયાર કર્યું છે. જેથી હવે એક સ્થળેથી અન્યત્ર જતા લોકોને નવું રેશનકાર્ડ કઢાવવાની જરૂર નહીં પડે. 1 જૂન 2020થી નિયમ અમલી બનશે, તો રાષ્ટ્રીય રાજમાર્ગો પર ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન શરૂ થઈ ગયું છે. 15 જાન્યુઆરીથી ગાડીઓ પર ફાસ્ટૈગ ફરજીયાત થશે.

આ નિયમથી વાહન ચાલકોના સમય અને ઈંધણની બચત થશે. ફાસ્ટૈગ લાઈન પરથી અન્ય ગાડી પસાર થશે તો બમણો ટેક્સ ચુકવવો પડશે. મોદી સરકાર નવા વર્ષે સોનાની શુદ્ધતાને પ્રમાણિત કરતું નિશાન હોલમાર્ક ફરજીયાત કરવા જઈ રહી છે. 15 જાન્યુઆરી 2021 સુધીમાં દેશભરમાં તે અમલી બનશે. 60 વર્ષે નિવૃત્તિ બાદ રોકાણકારને સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમમાં ફાયદો મળશે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

SCSSમાં બેંકની એફડી કરતા વધુ વ્યાજ મળશે. પરંતુ ખાતું 5 વર્ષમે મેચ્યોર થતુ હોવાથી વહેલા પૈસા નિકાળી શકાશે નહીં. 1 જાન્યુઆરીથી જ તમામ કંપનીઓ કિંમત વધારશે. BSVI લાગુ થયા બાદ ખર્ચ વઘતા મારૂતિ, ટાટા, હ્યુંડાઈએ કિંમત વધારવાની જાહેરાત કરી દીધી છે. ડોલરની સામે ઘટતો રૂપિયો પણ ભાવ વધારા પાછળ જવાબદાર છે. નવા વર્ષે જ ફ્રિઝ, એસી જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો 6 હજાર રૂપિયા સુધી મોંઘા થઈ જશે.સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તમામ ગ્રાહકોને મૈગ્નેટિક સ્ટીપ ડેબિટ કાર્ડની EMV ચિપ બદલવા કહ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 3:30 pm, Wed, 1 January 20

Next Article