શું ગુજરાતના આ ગામમાં 23 એપ્રિલની જગ્યાએ 24 એપ્રિલે મતદાન થશે?

|

Apr 20, 2019 | 4:17 AM

ચૂંટણીપંચ વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે પ્રયત્ન કરી રહ્યુ છે. આ માટે રાજકીય પાર્ટીઓ, સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ મતદાન જાગૃતિ માટે કામ કરે છે. પરંતુ પંચમહાલ લોકસભા બેઠકમાં વહીવટી તંત્ર દ્વારા મોટો છબરડો સામે આવ્યો છે. મામલતદાર કચેરી દ્વારા મોરવાહડફ વિધાનસભાના વિવિધ વિસ્તારમાં મતદાન સ્લીપમાં મતદાનની તારીખ 24 એપ્રિલ દર્શાવવામાં આવી છે. […]

શું ગુજરાતના આ ગામમાં 23 એપ્રિલની જગ્યાએ 24 એપ્રિલે મતદાન થશે?

Follow us on

ચૂંટણીપંચ વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે પ્રયત્ન કરી રહ્યુ છે. આ માટે રાજકીય પાર્ટીઓ, સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ પણ મતદાન જાગૃતિ માટે કામ કરે છે. પરંતુ પંચમહાલ લોકસભા બેઠકમાં વહીવટી તંત્ર દ્વારા મોટો છબરડો સામે આવ્યો છે.

મામલતદાર કચેરી દ્વારા મોરવાહડફ વિધાનસભાના વિવિધ વિસ્તારમાં મતદાન સ્લીપમાં મતદાનની તારીખ 24 એપ્રિલ દર્શાવવામાં આવી છે. જો કે તંત્રએ ડેટા એન્ટ્રી ઓપરેટર દ્વારા ભૂલ થતા છબરડો થયો હોવાનું જણાવ્યુ છે. મોરવાહડફ વિધાનસભાના મતદાર યાદીના 235 ભાગ પૈકી 120થી લઈને 235 સુધી સ્લીપમાં છબરડો સામે આવ્યો છે.

TV9 Gujarati

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

જો કે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને મતદાનની તારીખ 23 એપ્રિલ જ હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. આગામી 23 એપ્રિલે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન થશે. ત્યારે ચૂંટણી પંચ, રાજકીય પાર્ટીઓ અને તમામ સામાજીક શૈક્ષણિક સંસ્થાઓ મતદાન જાગૃતિ માટે કામ કરતી હોય છે.

તેમજ દરેક મતદાર પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરે તે માટે સતત પ્રયત્ન કરતા હોય છે. પરંતુ ગુજરાતમાં પંચમહાલ લોકસભા બેઠકમાં તંત્ર દ્વારા મોટો છબરડો થયો છે. મોરવા હડફમાં મામલતદાર કચેરી દ્વારા અપાયેલી મતદાન સ્લીપમાં એક મોટો છબરડો થયો છે.

જેમાં મતદાનની તારીખ 23 એપ્રિલને બદલે 24 એપ્રિલ છાપી દેવાઈ છે. જેથી આ પ્રાંતના મતદારો પણ કન્ફ્યૂઝ થઇ ગયા છે કે મતદાન 24 તારીખે છે કે 23 તારીખે. ત્યારે પંચમહાલ મોરવા હડફ મામલતદાર કચેરી દ્વારા અપાયેલી આ મતદાન સ્લીપોમાં જ તારીખની પ્રિન્ટીંગમાં જ ભૂલ થઇ છે. બાકી મતદાન તો 23 તારીખે જ થવાનું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article